ખેડા જિલ્લામાં લીંબાસી મુકામે આવેલી અને સમગ્ર વિસ્તારમાં બોર્ડમાં તેમજ દરેક ક્લાસમાં ઉચ્ચકોટિનું અને ઝળહળતું રીઝલ્ટ આપવા માટે અતિ પ્રખ્યાત તેમજ એક્ટિવિટીમાં પણ નેશનલ લેવલે અગ્રેસર સ્થાન ધરાવતી શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રંગે-ચંગે ભવ્યાતિભવ્ય આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી. જેની એક મહત્વની સાબિતી રૂપે આધારભૂત કહી શકાય તેમ ૫૦૦૦ થી પણ વધુ જનમેદની ઉમટી પડી હતી. સમગ્ર પંથકમાં શિક્ષણ જગતનો એક નવો જ ઇતિહાસ રચાયો હતો.
સુંદર આયોજનની સાબિતી રૂપે કોઈને પણ તકલીફ ના પડે એ હેતુથી આનંદ મેળા ને કુલ ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા. પ્રથમ ઝોન ગેમનો હતો કે જ્યાં ગેમના સ્ટોલ હતા. બીજો ઝોન સેલ્ફી ઝોન તરીકે ઓળખાયો હતો ત્યાં સુંદર મજાની ફોટોગ્રાફી કરી શકાય તે માટે અલગ વ્યવસ્થા કરી હતી. તેની સાથે- સાથે સ્ટેજ વ્યવસ્થામાં સરસ મજાના ડાન્સ પર્ફોર્મન્સ, એક્ટિવિટીમાં કરાટે, આર્ચરી જેવા પરફોર્મન્સ પણ તૈયાર કરાવ્યા હતા. અને છેલ્લે ત્રીજો અને મહત્વનો ઝોન એટલે કે ફૂડ ઝોન, જેમાં સ્કૂલના ૭૦૦+ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ૪૦ થી વધારે ફૂડસ્ટોલ ઉભા કરાયા હતા.
ગુજરાતી કલાકાર જીગ્નેશભાઈ મોદી કે જે છેલ્લો દિવસ ફિલ્મમાં પ્રિન્સિપલ તરીકેનું પાત્ર ભજવેલ છે તેઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય જે વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલમાં ભાગ લીધો હતો તેમના વાલીઓ દ્વારા ફૂડસ્ટોલનું ઓપનિંગ કરીને રીબીન કટ કરાવવામાં આવી હતી.
સ્કૂલના ટ્રસ્ટી ડૉ. બંકિમ શાહ, અક્ષયભાઈ, વિશાલભાઈ અને રાકેશભાઈપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સ્કૂલના ડાયરેક્ટર વિશાલભાઈ, મેનેજમેન્ટમાં કાર્યરત સોહિલભાઈ અને પ્રિન્સિપલ દિનેશભાઈના સુંદર આયોજન તેમજ દરેક શિક્ષક મિત્રોના સહકાર દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. અને એક નવો ઇતિહાસ રચાયો હતો. છેલ્લે શાળા પરિવાર વતી વિશાલભાઈ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel