ખેડા-નડીયાદ જિલ્લા પોલીસ પરિવારના પોલીસ કર્મચારીઓના ધોરણ-૬ થી ૧૨ તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં ઉત્તમ ગુણ મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે તા.૦૫/૦૧/૨૦૨૬ના રોજ સન્માન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, નાયબ પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ વી.આર.બાજપાઇ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ડૉ.દિવ્યા રવિયા જાડેજાનાઓ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમ દરમિયાન કુલ ૫૬ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ પ્રશંસાપત્ર તેમજ પોલીસ વેલ્ફેર ફંડમાંથી રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ પરિવારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા વધારવાનો તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્સાહ આપવાનો રહ્યો.
આ પ્રસંગે જિલ્લા પોલીસના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવતાં તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel