મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆત થી ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રગતિનગર અને પુનેશ્વર સોસાયટીના 900 મકાનોના રી ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. રી ડેવલપમેન્ટ માટે 75% રહીશોની મંજૂરીની જરૂર હોય છે જેમાં મોટા ભાગના રહીશોની દસ્તાવેજની અને વારસાઈ ની પ્રક્રિયા બાકી હોઈ આ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા દર શુક્રવાર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રીની સૂચના થી પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે વહેલીતકે દસ્તાવેજ અને વારસાઈની પ્રક્રિયા પૂર્ણ કરી 11મી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કાઉન્સિલર બાલાભાઈ, ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓ, પ્રગતિનગર પુનેશ્વરના પ્રમુખ રાયમલભાઈ સહિત કમિટીના સભ્યો અને મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા.