કચ્છ કડવા પાટીદારના 52 ગોત્રમાંનો એક એવો નાનો ખૂબ સંગઠિત પરિવાર એટલે ચોપડા પરિવાર.
ભાદરવા સુદ ૧૪ સમસ્ત ચોપડા પરિવાર તેની આગવી પરંપરાથી ઉજવે છે. આજના દિવસે દેસાઈપુરા- બાયડ મુકામે પરિવારના સુરધન એવા દેવજી દાદાના પ્રતિક રૂપે શ્રીફળ અને ધજાની પૂજા પ્રાર્થના અને નિયાણી પરિવારની દીકરીઓને દાન દક્ષિણ આપી ધન્યતા અનુભવી હતી. પિતૃ સુરધનના આશીર્વાદ મેળવી પરિવાર સમુહ ભોજન લઈ છૂટા પડ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે પરિવારના વડિલો યુવાનો પરિચિત રહે છે અને સાત પેઢીઓના પરિવાર એક સંપથી જોડાઈ પરિવારની આગવી આગવી ઓળખ ઊભી કરે છે અને દરેક સભ્યો યથાશક્તિ પ્રમાણે નિયાણીને દાન આપી ધન્યતા અનુભવે છે .
પરિવારનાં યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. અને મોટી સંખ્યામાં પરિવારનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
દેવજી દાદાની જય