ગુજરાત વિદ્યાપીઠમાં 22મી ડીસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા, કર્ણાવતી દ્વારા આયોજિત “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમને લઇને મીડિયામાં જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સંદર્ભમાં થોડીક સ્પષ્ટતા ….
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, 100 વર્ષ પૂરા કરવા જઈ રહ્યો છે. એ નિમિત્તે સમાજના મહાનુભાવો સાથે મળીને “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમ ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં આયોજિત થવાના છે. એ કડીમાં જ આ કાર્યક્રમ થઈ રહ્યો છે જેનું સ્થાન ગુજરાત વિદ્યાપીઠ છે.
આ પ્રકારે અનેક વખત અનેક પ્રકારે સમાજની સજ્જન શક્તિના એકત્રીકરણના કાર્યક્રમો સંઘે વિવિધ સ્તર પર અને વિવિધ સ્થાનો પર કર્યા છે.
વર્ષો પહેલા વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા તારદ જયંતિનો એક કાર્યક્રમ નવજીવન ટ્રસ્ટના માધ્યમ થી ચાલતા “કમાં કાફે” માં કર્યો જ છે.
સ્વયં પ્રાતઃ સ્મરણીય પૂ. ગાંધીજી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ધામાં આયોજિત શિબિરમાં આવી ગયા છે અને એમણે પણ સંઘના કાર્યની પ્રશંસા કરી છે.
સંઘ સમાજમાં કોઈ અલગ સંગઠન નથી. રામગ્ર સમાજનું સંગઠન છે. એટલે સંઘ એના શતાબ્દી વર્ષમાં સમાજ સાથે મળીને જે પાંચ વિષયો પર આગળ વધવા માંગે છે. એ વિષયો જ આ કાર્યક્રમમાં રહેવાના છે.
પાંચ પરિવર્તનના આ મુદ્દાઓ –
1. સામાજિક સમરસતા
2. પર્યાવરણ સંરક્ષણ
3. કુટુંબ પ્રબોધન
4. નાગરિક કર્તવ્ય
5. સ્વદેશી જીવનશૈલી
પાંચ પરિવર્તનના આ મુદ્દાઓમાં કર્યો મુદ્દો એવો છે જે ગાંધીજીના વિચારને અનુરૂપ નથી ? અને કયો મુદ્દો છે જે ગુજરાત અને દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ માટે શોભનીય નથી ?
મને લાગે છે કે સંઘ માટે વૈમનસ્ય કેટલાક લોકોના મનમાં ભરાયેલું છે, એ દૂર થાય એવી ભગવાન ને પ્રાથના આ કાર્યક્રમ માટે સંસ્થાની અનુમતિ લીધેલ છે.
વિજય ઠાકર
પ્રચાર પ્રમુખ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત