સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાજેતરમાં સરપંચોની ચૂંટણીઓ યોજાઈ અને તેના પરિણામો પણ આવી ગયા ત્યારે ગ્રામ વિસ્તારમાં હજુપણ રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે.
જેના પગલે મહુધા અને કપડવંજ તાલુકાના ૨૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે. ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે કમલમ કાર્યાલયમાં સહુને આવકારમાં આવ્યા હતા. મહુધા તાલુકાના વાસણા ગામ અને કપડવંજના છીપડી ગામના ૨૦૦થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈ આ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપમાં જોડવાનો નિર્ણય કર્યો હતો.
ખેડાના સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ
મહિડા સહુએ આ કાર્યકરોને ભાજપમાં ઉમળકાભેર આવકાર્યા હતા. મહુધા તાલુકાના વાસણા ગામના વિકાસ માટે આ પ્રસંગે ખાતરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન વિકાસભાઈ શાહે કર્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared