ખેડા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ચૂંટાયેલા નવા સરપંચોનો સન્માન સમારંભ કમલમ, ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદ મુકામે યોજાયો હતો.
ખેડા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા આ સન્માન સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના પૂર્વ દંડક અને નડિયાદના સીનીયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટમંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, કપડવંજના ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સહુએ જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચો ને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.
આ સમારંભમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,સફળ સરપંચ થવા માટે આપણે કેળવાવવું પડશે. આપણાં સ્થાનિક વેરભાવ ભૂલી ગ્રામવિકાસમાં જ રસ લેવો જોઈએ. આપણે ગ્રામવિકાસમાં ટેક્નોલોજીનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. સરપંચે આદર્શ ગામ બનાવવાનો ઉદ્દેશ રાખવો જોઈએ.સરપંચ ગ્રામ વિકાસની કેન્દ્રીય ઉર્જા છે. તે માટે સરપંચે ઉદારભાવ રાખવો જોઈએ, સહુનો સાથ લઈ ગામનો વિકાસ કરવો જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો ગામ ને લાભ મળે તે દિશામાં સરપંચે સક્રિય રહેવું જોઈએ. પ્રદેશ ભાજપના પ્રતિનિધિ અને જિલ્લા પ્રભારી કુશળસિંહજી પઢેરિયાએ સહુ સરપંચોને ગ્રામ વિકાસમાં સંનિષ્ઠ અને સમર્પિત ભાવથી ગામની સેવા કરવાની શીખ આપી હતી. સરપંચ ગામનો પ્રથમ નાગરિક છે. સરપંચોને હવે ગ્રામવિકાસ માટે સીધી સત્તા અને જવાબદારી મળી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવવા તેમણે જણાવ્યું હતું.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં હાલમાં યોજાયેલી સરપંચોની ચૂંટણીમાં ૯૦ ઉપરાંત નવા સરપંચ ચૂંટાઈ આવ્યા છે. સરપંચ લોકો દ્વારા ચૂંટાયેલા સીધા પ્રતિનિધિ છે .લોકવિકાસમાં સરપંચનું વિશેષ મહત્વ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવામાં ગ્રામ વિકાસનું પણ મહત્વ રહેલું છે અને તે વિકાસના કેન્દ્રસ્થાને સરપંચ છે ત્યારે આ મહત્વની જવાબદારી સમર્પિત ભાવથી નિભાવવા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું અને સહુને ભાજપ સંગઠન તરફથી નવા ચૂંટાયેલા સહુ સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઇ પટેલે કર્યું હતું. જિલ્લા ભાજપ સંગઠનના અન્ય મહામંત્રીઓ સહિત પદાધિકારીઓ, મંડલ પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સહુ સરપંચોનું ભાજપનો ખેસ પહેરાવી સન્માન કરાયું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared