Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપન સાથે સ્વચ્છતાનો સંકલ્પ

ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપન સાથે સ્વચ્છતાનો સંકલ્પ

પ્લાસ્ટીક મુક્ત ગુજરાત કરવા માટે ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરીમાં સાંકળીને તેમનો ઉત્કર્ષ કરવા યોજના અમલમાં મુકવામાં આવેલ છે જેના અનુસંધાને રેગપીકર્સ દ્વારા કલેક્શન સેન્ટર પર જમા કરાવવામાં આવેલ મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીકના જથ્થાના રેકર્ડ મુજબ દર ૧૫ દિવસે એક કિલોના રૂ. ૩ લેખે પ્રતિ દિન પ્રતિ વ્યક્તિ ૧૦ કિલોની મર્યાદામાં મહાનગરપાલિકા દ્વારા સહાય ચુકવવાની રહે છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીક એકત્ર કરતા રેગ પીકર્સને ઓળખીને તેઓને સ્માર્ટ આઇ.ડી. કાર્ડ તથા PPE કીટ આપવામાં આવેલ છે અને શહેરના ૧૩ વોર્ડમાં વોર્ડ ઓફિસે કલેકશન સેન્ટર ઉભા કરીને તેઓ દ્વારા રજુ થયેલ મલ્ટી લેયર્ડ પ્લાસ્ટીકના જથ્થા અનુસાર નિયમાનુસાર સહાય ચુકવવામાં આવેલ છે.

આ ઉપરાંત રેગ પીકર્સને આરોગ્ય સેવાઓ, સેફટી કીટ, પ્રધાન મંત્રી જન આરોગ્ય કાર્ડ, સહિત રેગ પીકર્સના બાળકોને શાળામાં એડમિશન સહિત કરી આપવામાં આવે છે. ભાવનગરમાં આશરે ૨૫૨ જેટલા રેગ પીકર્સ કામગીરી કરે છે.

રેગ પીકર્સને એક કિલોના રૂ. ૩ લેખે પ્રતિ દિન સીધા બેન્ક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સ્માર્ટ આઇ.ડી. કાર્ડ તથા PPE કીટ આપવામાં આવેલ છે.
આમ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૧૩૦ જેટલી ટેમ્પલ બેલ દ્વારા એકત્ર કરાતા કચરાનું સોર્ટિંગ વ્યવસ્થિત થઈ શકે તેમજ એકત્ર થયેલ પ્લાસ્ટિકનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે તેથી યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

 

 

રિપોર્ટ: સિદ્ધાર્થ ગોઘારી( ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.