ગુજરાતના પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રામ નગરી અયોધ્યા પહોચ્યા છે.વિમાન દ્વારા અયોધ્યા પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી પહેલા હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશ સરકારમાં કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી પણ છે. હનુમાનગઢીમાં ગુજરાતી સીએમ દર્શન કરતા જોવા મળી રહ્યા છે.
આજે બપોરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા હતા. સીએમ ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા માટે રવાના થયા હતા. સીએમ મંદિરમાં દર્શન કર્યા બાદ સ્વામીએ તેમને આવકાર્યા હતા આ દરમિયાન તેમને શાલ ઓઢાળી પાઘડી પહેરાવી સમ્માન કર્યુ હતુ.
અયોધ્યામાં મુખ્યપ્રધાન ભગવાન રામની પૂજા કરી હતી જે બાદ તેમણે રામ મંદિરના નિર્માણનું પણ નિરીક્ષણ કર્યુ હતુ. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી અયોધ્યાથી મુંબઇ અને ત્યાથી તેઓ જાપાન જવા રવાના થવાના છે જોકે તે પહેલા તેઓ રામ નગરી અયોધ્યા પહોચ્યાં હતા.
દર્શન કર્યા બાદ ગુજરાત સીએમ અયોધ્યા રામ મંદિર તીર્થ ક્ષેત્રમાં રામલલાના દર્શન કરી મંદિરનું નિરીક્ષણ કર્યુ હતુ. મંદિર નિરીક્ષણ કરતા તેમણે બધા સાથે વાતચીત પણ કરી હતી.
બપોરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા ત્યાં તેઓ ભગવાન રામની પૂજા કરી અને બાદમાં રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરવા પહોચ્યાં હતા. જે બાદ હવે શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ફાળવાયેલી જગ્યા અંગે પણ તેઓ સમીક્ષા કરશે.