હિના ખાનને ટીવી સિરિયલના માધ્યમથી ખુબ ફેમ મળ્યો છે. તે પછી તે બિગ બોસમાં પણ જોવા મળી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર હિના ખાન હવે વિદેશોમાં પણ પોતાનું અભિનય બતાવવા તૈયાર છે. હિના ખાનની ફિલ્મ ‘ધ કન્ટ્રી ઓફ બ્લાઈંડ’ને ઓસ્કાર 2024 માટે નોમિનેટ કરવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ આ ફિલ્મને ઓસ્કાર લાઈબ્રેરીમાં પણ જગ્યા આપવામાં આવી છે. આનાથી ખુશ હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.
In a world of awards, to be in the running for the most prestigious of all, The Oscars, is special. We are still far but we are inching closer and fingers crossed that we reach the nominations and slowly inch towards our dreams! 🙏🏻 #CountryOFBlind pic.twitter.com/QpiGso7uBO
— Hina Khan (@eyehinakhan) December 8, 2023
ફિલ્મને વિદેશમાં પણ ખુબ પસંદ કરવામાં આવી
હિના ખાન કહે છે કે ખુશ રહેવાની સાથે તે ઘણી નર્વસ પણ છે. અંધ લોકોના જીવન અને તેમની મુશ્કેલીઓ પર આધારિત આ ફિલ્મ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે. ઓસ્કાર લાઇબ્રેરી દ્વારા ધ કન્ટ્રી ઓફ બ્લાઈંડને લાઇબ્રેરી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સમાં કાયમી સંગ્રહનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ડાયરેકશન રહબત શાહ કાઝમીએ કર્યું છે.
IMDbએ 8.5 રેટિંગ આપ્યું
IMDbએ આ ફિલ્મને 8.5 રેટિંગ આપ્યું છે. આ ફિલ્મમાં હિના ખાન ઉપરાંત, જિતેન્દ્ર રાય, રાહત શાહ કાઝમી, યુલિયન સીજર જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જો હિના ખાનની આ ફિલ્મ ઓસ્કાર જીતશે તો તે માત્ર તેના માટે જ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ભારત માટે પણ ખૂબ જ ગર્વની વાત હશે.