દેશનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ ફરી એકવાર પરિવહન માટે તૈયાર થઈ ચૂક્યો છે. ભારતના પવિત્ર તીર્થ સ્થળ રામેશ્વરમને ટ્રેન મારફત જોડતો પંબન બ્રિજનું રિકંસ્ટ્રક્શન પૂર્ણ થયુ છે. આ સાથે ભારત ચીનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકશે. શ્રીલંકાના હંબનટોટામાં ચીન અમુક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યુ છે. જેથી પંબન બ્રિજ તૈયાર થઈ જતાં હવે હંબનટોટા પર ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે.
બ્રિટિશ કાર્યકાળ દરમિયાન 1914માં પંબન બ્રિજનું નિર્માણ થયું હતું. પરંતુ તેના અમુક ભાગ જર્જરિત થતાં અને ખામી સર્જાતા 2022માં આ ટ્રેન બ્રિજને બંધ સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો હતો. હવે તેનુ સંપૂર્ણ સમારકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેથી ફરી એકવાર રામેશ્વરમ જતાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ટ્રેન મારફત મુસાફરી કરી શકશે. નવો તૈયાર બ્રિજ આગામી 100 વર્ષ સુધી સુરક્ષિત રહેશે.
ભારતના તામિલનાડુ રાજ્યમાં આવેલ પંબન બ્રિજ (Pamban Bridge) એ ભારતીય રેલવે અને પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે. પંબન બ્રિજને બંધ કરવાનું કારણ તેની જર્જરિત હાલત અને સુરક્ષા હતું. રામેશ્વરમથી જોડાતી ટ્રેનોને આ બ્રિજ બંધ થવાના કારણે અટકાવવી પડી હતી. જોકે, આ બ્રિજ હવે નવા નક્કોર રૂપમાં ફરી ખુલશે અને તે અત્યાધુનિક સુવિધાઓ સાથે પ્રવાસીઓને ફરી જોડશે.
પંબન બ્રિજ વિશે મહત્વપૂર્ણ વિગતો:
- ઇતિહાસ:
1914માં બનાવેલો પંબન રેલવે બ્રિજ મંડપમને રામેશ્વરમ સાથે જોડતો પ્રથમ મૅન્યુઅલ ઓપરેટેડ સી લિંક હતો. આ બ્રિજ સમુદ્રની વચ્ચે 2.2 કિમી લંબાઈ ધરાવે છે અને તબક્કાવાર જર્જરિત થવા લાગ્યો હતો. - વિકલ્પ તરીકે બનાવાયેલ માર્ગ બ્રિજ:
1988માં “અન્નાઈ ઇન્દિરા ગાંધી રોડ બ્રિજ” બનાવવામાં આવ્યો, જેના કારણે વાહનવ્યવહાર માટે વધુ સગવડ થઈ. - વિન્ડ સ્પીડ સિગ્નલ:
ટ્રેનો માટે નવી સુરક્ષા વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે, જેમાં 50 કિમી/કલાકથી વધુની હવા વાયેગો પર ટ્રેનો માટે અત્યારે વિન્ડ સ્પીડ મોનિટરિંગ સિગ્નલ મૂકવામાં આવ્યું છે. આ સિગ્નલ ભારે પવનની સ્થિતિમાં રેલવેને ચેતવણી આપે છે, જેથી ટ્રેન વ્યવસ્થાને તાત્કાલિક રોકી શકાય. - પ્રભાવિત પ્રવાસીઓ:
રામેશ્વરમ અને ધનુષકોડી જેવા ધર્મસ્થળો માટે ટ્રેન દ્વારા રોજના આશરે 9,000 જેટલા પ્રવાસીઓની અવરજવર થતી હતી. પંબન બ્રિજ બંધ હોવાને કારણે આ વ્યવહાર અટકાવવાં પડ્યું હતું, જે હવે નવી વ્યવસ્થાઓ સાથે પુનઃપ્રારંભ થશે. - નવા પંબન બ્રિજનો વિકાસ:
ભારતીય રેલવે તરફથી નવા પંબન બ્રિજનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આ નવીન બ્રિજ સમૃદ્ધ ડિઝાઇન ધરાવે છે, જે વધુ મજબૂત અને લાંબા ગાળે ટકાઉ રહેશે.
પંબન બ્રિજ ફરીથી કાર્યરત થવાથી માત્ર રામેશ્વરમ જ નહીં, પરંતુ આખા પ્રદેશના પ્રવાસન માટે નવી ગતિ મળશે. રેલવેના આધુનિકીકરણથી પ્રવાસીઓ માટે સલામતી અને આરામ બંનેમાં વધારો થશે.