ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડીઆદની ઘડીયા શાખામાંથી ધીરાણ લેનાર કમલેશભાઈ કાનાભાઈ રાઠોડ રહે.ઝંડા, તા-કપડવંજ, જી-ખેડા ધિરાણની રકમ સમયસર નહી ભરતા ફરીયાદી કેડીસીસી બેંકના ઓફીસરશ્રી ધ્વારા ઉઘરાણી કરતાં તે રકમની પરત ચુકવણી પેટે કમલેશભાઈ કાનાભાઈ રાઠોડ ના ઓ એ કેડીસીસી બેંકને પોતાનો ચેક રકમ રૂ. ૧,૩૭,૪૪૨/- નો લખી આપેલ હતો. જે ચેક રીટર્ન થવાના કિસ્સામાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ બેંકના વકીલ ભાવેશભાઇ. જે. કાંટાવાળા ધ્વારા કમલેશભાઈ કાનાભાઈ રાઠોડ સામે ક્રિમીનલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જેની સુનાવણી હાથ ધરતાં બન્ને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ મહે નડીઆદના મહે ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં,મુ.નડીઆદના જજ પ્રભાકર ક્રિષ્નકાંત રાય એ કમલેશભાઈ કાનાભાઈ રાઠોડ ને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તથા રીટર્ન થયેલ ચેકની બાકી રકમ એક માસની અંદર બેંકમાં ભરપાઈ કરવા હુકમ કરેલ છે. પંથકમાં ચેક રીટર્ન કેસમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.