કપડવંજ શહેરના ડાકોર રોડ પર આવેલ હરિકુંજ સોસાયટીમાં ગાયના નાના વાછરડાને રખડતા કૂતરાઓએ હિંસક બની વાછરડાને ગળાના ભાગે બચકાં ભર્યા હતાં.
ગંભીર રીતે ઘાયલ વાછરડાંને સ્થાનિક રહીશોએ હિંસક બનેલા કુતરાઓ પાસેથી વાછરડાંને છોડાવી પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવડાવી હતી. હાલ આ ગંભીર રીતે ઘાયલ થયેલું વાછરડું જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે ત્યારે કપડવંજ શહેરમાં કુતરાઓ હિંસક બની રહ્યા છે તો ક્યારેક રસ્તે જનારા લોકોને પણ બચકા ભરી રહ્યા છે. કપડવંજ નગરપાલિકા તંત્ર આ બાબતે કડક પગલાં લે તેવી શહેરીજનોને આશા રાખી રહ્યા છે.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel