વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસના અવસરે,નડિયાદ રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ-૧ ખાતે બાળ સુરક્ષા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો. જેમા, જિલ્લા કાનૂની સેવા સત્તા, રેલવે પોલીસ ફોર્સ, અને પ્રયાસ Just Rights for Children (JAC) સંસ્થાના પ્રતિનિધીઓએ ઉપસ્થિત રહી રેલવેમાં થતી બાળ તસ્કરી અટકાવવા માટે લોકોને માહીતગાર કર્યા હતા. કાર્યક્રમમાં હાજર અધિકારીઓએ માનવ તસ્કરી સામે કાર્યવાહી દરમ્યાન કાયદા અમલમાં આવતા પડકારો અંગે ચર્ચા કરી હતી અને તાત્કાલિક ન્યાય તેમજ બચાવ થયેલા બાળકોના પુનર્વસન માટે સમન્વયિત પ્રયાસોની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો.
સાથે જ, કાયદાની જાણકારી, સમુદાયની જાગૃતિ અને એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવા માટેની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel