પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ ડ્રાઇવ/સુચના અને માર્ગદર્શન મુજબ તા. ૦૭-૦૮- ૨૦૨૪ ના રોજ એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો વસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન છઠ્ઠા માઇલ ચોકડી પાસે આવતા સ્ટાફના હેડ.કો.ગીરીશભાઇ તથા શૈલેષકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે દંતાલી વાડીયા વિસ્તારમા રહેતા ઐયુબમિયા અહેમદમિયા મલેકનાઓના ઘરની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાનાથી હાર જીતનો જુગાર રમી રમાડતા હોવાની હકીકત મળેલ જે બાતમી હકીકત આધારે સુંદર જગ્યાએ રેઇડ કરતા (૧) મહેશકુમાર ઉર્ફે સાંઇ ઉત્તુમલ સિંધી રહે લાળવાળા,અંબામાતા મંદીર પાસે તા.પેટલાદ જી.આણંદ, (૨) ઐયુબમિયા અહેમદમિયા મલેક રહે.દંતાલી, વાળીયાવિસ્તાર તા.વસો જી.ખેડા (૩) મુદસરઅલી સિકંદરઅલી સૈયદ રહે.ઇસ્માઇલ નગર, તા.આણંદ જી.આણંદ (૪) ભગવાનદાસ ત્રીઠકમદાસ સિંધી રહે.પેટલાદ, ગુજરાત હાઉસીંગ બોર્ડ તા.પેટલાદ જી.આણંદ રહે. સ્વામીનારાયણ સોસાયટી, કણજરી તા.નડીયાદ જી.ખેડા નાઓની સમાચાર પેપર કિ..રૂ.૦૦/- તથા પત્તા પાના નંગ પર કિ.રૂ.૦૦/- તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડ રૂ.૫૭૦૦/- તથા તમામ ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૧૧૦૦૦/- મળી કુલ્લે રૂ.૧૬,૭૦૦/-નો મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધમાં વસો પો.સ્ટે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.