Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નવરાત્રી પર્વમાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા

નવરાત્રી પર્વમાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા

નડિયાદમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.

આજે દાદા ના ગર્ભ ગૃહ ને ગરબા ના ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું અને તે મુજબ શણગારવામાં આવ્યું.અને દાદાને ગામઠી કપડા પહેરાવવામાં આવ્યા. સાથે સાથે દાંડિયા પણ શણગાર કરવાના ઉપયોગમાં લેવામાં આવ્યા. તથા સુખડીનો ભોગ દાદાને જમાડવામાં આવ્યો.
સવારે ૭ કલાકે દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો
આ પ્રસંગે રામ ધુન કરવામાં આવી. આ મંદિર 140 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાર્ક ખાતે આવેલ છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદા ને કરવામાં આવે છે દાદાને મહાભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી અનોખા દર્શનનો લાભ લેવા સવારથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.