Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

યાત્રાધામ ડાકોરમાં શ્રાવણી પૂનમની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઇ : રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધી

યાત્રાધામ ડાકોરમાં શ્રાવણી પૂનમની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઇ  : રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે ભગવાન રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધવામાં આવી હતી. વહેલી સવારથી જ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા.

શ્રાવણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયે વિશેષ શણગાર ધારણ કર્યો હતો. જગન્નાથ મંદિરમાં સવારે મંગળા આરતી બાદ ભગવાનને શૃંગાર ધરાવાયો હતો. જેમાં સવા કરોડનો મોટો મુગટ તેમજ સોના ચાંદીના વિશેષ અલંકાર ધરવામાં આવ્યા હતા. વિશેષ શણગારમાં રાજાધિરાજના દિવ્ય દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.