Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

ખેડા જિલ્લાના બિલોદરા જેલમાં રક્ષાબંધન પર્વ ઉજવાયો

ખેડા જિલ્લાના બિલોદરા જેલમાં રક્ષાબંધન પર્વ ઉજવાયો

ખેડા જિલ્લામાં બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન નડીઆદ સહિત સમગ્ર જિલ્લામાં ઉજવાયો હતો. નડિયાદમાં આવેલ જિલ્લા જેલ બિલોદરા માં પણ આ પર્વની ઉજવણી માટે જેલ સત્તાવાળાઓ દ્વારા આયોજન કરાયું હતું.

જિલ્લા જેલમાં હાલ કાચા અને પાકા કામના કુલ ૪૪૫ જેટલા કેદીઓ છે. જેલમાં કેદ પોતાના ભાઈને રાખડી બાંધવા માંગતી બહેન જેલમાં આવી શકે અથવા રૂબરૂ ન આવી શકે તો ફોન પર પણ વાત કરી શકે તેવી લાગણીસભર વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેનોની આંખોમાંથી અશ્રુઓ છલકાઈ ગયા હતા. અને ભીની આંખે બહેનોએ ભાઈઓ માટે પ્રાર્થના કરી હતી.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.