તૃણમૂલ કોંગ્રેસના એક સાંસદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ટીએમસીના લોકસભા સાંસદ કલ્યાણ બેનર્જી મિમિક્રી કરતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરી મજાક ઉડાવી છે. આ વીડિયો વાયરલ થયા બાદ ભાજપની સરકાર ટીએમસી નેતા સહિત સમગ્ર વિપક્ષ પર હમલાવર થઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પર પણ ભાજપે પ્રહારો કર્યા છે, કારણ કે તે કલ્યાણ બેનર્જીનો વીડિયો બનાવતા નજરે આવી રહ્યા છે.
ભાજપે આ ઘટના પર આકરી ટિપ્પણી કરી છે અને રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મિમિક્રીવાળો વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેયર કરતા લખ્યું કે આ વીડિયોમાં વિપક્ષી સાંસદોનું અશોભનીય વર્તન જોઈ શકાય છે. પ્રધાને કહ્યું કે આ રીલ વિપક્ષી સાંસદોના રિયલ ચહેરાને ઉજાગર કરવા માટે પુરતુ છે. કલ્યાણ બેનર્જીના વીડિયોને પ્રધાને સંસદ, સંસદીય પ્રક્રિયા અને સંસદીય પ્રણાલીની મજાક સાથે જોડ્યો છે.
घमंडिया गठबंधन के सांसदों के इस 'Reel' वीडियो ने उनके ओछापन का 'Real' चेहरा देश के सामने उजागर कर दिया। संसद, संसदीय प्रक्रिया, संसदीय प्रणाली का सरेआम उड़ाया जा रहा यह मजाक देश देख रहा है।
विपक्ष की हालत 'चोर मचाये शोर' वाली है। आज देश के समक्ष दूध का दूध और पानी का पानी हो रहा… pic.twitter.com/cF10ztHhMZ
— Dharmendra Pradhan (@dpradhanbjp) December 19, 2023
વિપક્ષનો હંગામો
બે દિવસની અંદર 141 સાંસદોના સસ્પેન્શન પર વિપક્ષના હંગામાને ધર્મેન્દ્ર પ્રધાને ‘ચોર મચાયે શોર’ કહ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાન પોતાના ટ્વીટમાં સૌથી વધારે તે વાતથી નારાજ જોવા મળ્યા કે મિમિક્રીવાળા વીડિયોને રાહુલ ગાંધી બનાવતા દેખાઈ રહ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ પ્રકારની મિમિક્રી કરવી નીચલી કક્ષાની હરકત છે. પ્રધાને રાહુલ ગાંધી તરફ ઈશારો કરતા કહ્યું કે મોહબ્બતની દુકાનની વાતો કરતા ઠેકેદાર રીલ બનાવવામાં મશગુલ છે.
સરકારનું કહેવું છે કે વિપક્ષ સારી રીતે ગૃહ ચલાવવા ઈચ્છતુ નથી, જ્યારે વિપક્ષનું કહેવું છે કે સંસદમાં ઘૂસણખોરી પર ગૃહમંત્રીના નિવેદનથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે લોકશાહીના નામે સંસદને બંધક બનાવવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે. પ્રધાને આરોપ લગાવ્યો છે કે વિપક્ષી સાંસદોને લોકશાહી અને લોકતાંત્રિક પ્રતીકોનું સન્માન નથી. પ્રધાને દાવો કર્યો છે કે આગામી ચૂંટણીમાં જનતા કોંગ્રેસ અને ઘમંડી ગઠબંધનને બે આંકડામાં સમેટી લેશે.