ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે.
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મૂક્તિમાર્ગ ( સેકટર ૧૯ – શાસ્ત્રીપુલ) જુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો ભાવિક સેવકોને લાભ મળનાર છે.
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગિરનારીબાપુનાં સ્મરણ સાથે મહંત ગરીબરામબાપા અને વરતેજ નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા થયેલ આ આયોજનમાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રમાં હરસિદ્ધીજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે. કથા પ્રારંભ મંગળવાર તા.૧૪ અને પૂર્ણાહુતિ સોમવાર તા.૨૦નાં થશે.
પ્રયાગરાજ તીર્થમાં મહાકુંભમેળા પ્રસંગે જયદાસજીબાપુનાં સંકલન સાથે સેવક પરિવાર દ્વારા ભાવિક સેવકો માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.