Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 28°C

ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ પૂર્ણ, ડિજિટાઇઝેશનમાં ડાંગ 91.41% સાથે ટોચે

ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ પૂર્ણ, ડિજિટાઇઝેશનમાં ડાંગ 91.41% સાથે ટોચે

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી (Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.

2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજિટાઇઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં 91.41 % ગણતરી ફોર્મના ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.

ડિજિટાઇઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી

ક્રમ જિલ્લો ટકાવારી
1 ડાંગ 91.41
2 બનાસકાંઠા 86.59
3 સાબરકાંઠા 86.25
4 ગીરસોમનાથ 85.82
5 પંચમહાલ 84.31
6 મહીસાગર 84.21
7 પાટણ 83.73
8 જૂનાગઢ 83.34
9 છોટા ઉદેપુર 82.88
10 મોરબી 82.77

ગણતરી દરમિયાન રાજ્યભરમાં 14.16 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 2.88 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 18 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 2.26 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Dang Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.