અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાં 150 વર્ષ જૂનો કાયદો બદલવા જઈ રહ્યા છે. આ કાયદા પ્રમાણે અમેરિકામાં જન્મ લેનાર તમામ લોકો દેશની નાગરિકતાના હકદાર છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું કે આ કાયદાને કારણે અમેરિકામાં ગેરકાયદેસર એન્ટ્રી કરનાર લોકોના બાળકો પણ દેશના નાગરિક બની રહ્યા છે. આ ખોટો કાયદો છે અને તેના કારણે અમેરિકામાં સમસ્યાઓ વધી રહી છે.
શું કહે છે આ કાયદો
અમેરિકામાં જન્મ લીધેલા તમામ લોકો અમેરિકાની નાગરિકતાના હકદાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ સહિત કાયદાના આલોચકોએ પણ જણાવ્યું છે કે આ કાયદાને કારણે અમેરિકામાં બર્થ ટુરિઝમ વધ્યું છે. રિચર્સ ફોર નંબર્સ સંસ્થાના ડાયરેકટરે જણાવ્યું કે મોટા ભાગે એવું થાય છે કે કોઈ પણ ગર્ભવતી સ્ત્રી અમેરિકા આવી જાય છે અને અહીં આવીને બાળકને જન્મ આપે છે. આવું એટલા માટે વધી રહ્યું છે કારણ કે તેમના બાળકને સરળતાથી અમેરિકાની નાગરિકતા મળી જાય.
અમેરિકામાં જન્મમાત્રથી નહિ મળે
દેશની નાગરિકતા તેમણે જણાવ્યું કે હવે એવો કાયદો બનાવવો પડશે કે જેનાથી અમેરિકા આવીને જન્મ આપવા માત્રથી કોઈને અમેરિકાની નાગરિકતા ન મળી જાય. ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું કે અમે પરિવારોને તોડવા નથી ઈચ્છતા. પરંતુ આ એક જ એવો રસ્તો છે કે જેનાથી આખો પરિવાર સાથે રહે અને અમેરિકાથી ચાલ્યા જાય. જેનો અર્થ એ થાય છે કે જે લોકોને જન્મના આધાર પર અમેરિકાની નાગરિકતા મળી છે. તેમને બહાર કરી દેવામાં આવશે.
16 લાખ ભારતીયોને થશે અસર
અમેરિકામાં આ કાયદો આવ્યો તો ભારતીયો પર મોટી અસર થશે. પ્યુ રિસર્ચના રિપોર્ટ અનુસાર ભારતીય મૂળના 48 લાખ લોકો અમિરાકામાં વસેલા છે. તેમાંથી 16 લાખ ભારતીયોને જન્મના આધાર પર જ નાગરિકતા મળી છે. જો આ કાયદો પાછો લેવામાં આવે છે તો પછી જન્મના પ્રમાણપત્રને નાગરિકતા રુપે ઉપયોગ નહિ કરી શકાય.