લોકોને નવું ઘર ખરીદવું હોય કે નવી કાર ખરીદવી હોય તો તેઓ સરળતાથી તે લઈ શકે છે. કારણ કે બેંક તેના માટે લોન આપે છે. જે બાદ લોકો EMI દ્વારા લોનની ચૂકવણી કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે લોકો તેમની સામન્ય જરૂરિયાતો માટે પણ પર્સલન લોન લે છે. અત્યારે લોન લેવી સરળ છે, પરંતુ ત્યારબાદ તેના EMI ની ચૂકવણી ઘણા લાંબા સમય સુધી કરવી પડે છે. તેના કારણે ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તે લોનનો EMI સમયસર ચૂકવી શકાતો નથી.
ક્રેડિટ કાર્ડના ખર્ચમાં વધારો થયો
લોકોની આ મુશ્કેલીના નિવારણ માટે RBIએ એક નિયમ બનાવ્યો છે. CIBIL સ્કોર લોકોની લોન અથવા ક્રેડિટ કાર્ડની એકટિવિટી પર નજર રાખે છે. તાજેતરમાં જ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જે અનુસાર ક્રેડિટ કાર્ડના ખર્ચમાં વધારો થયો છે અને પર્સનલ લોન પણ કોરોના સમયગાળા પહેલાના સ્તર પર છે.
EMI 50,000 રૂપિયાથી ઘટીને 25,000 થઈ જશે
RBI ના નિયમ મૂજબ જે લોકો તેમની લોનના EMI સમયસર ચૂકવી શકતા નથી અથવા તો કોઈ કારણસર આ રકમ ચૂકવવામાં સક્ષમ નથી, તો તેઓ રીસ્ટ્રક્ચરનો ઓપ્શન લઈ શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિની લોનનો EMI 50,000 રૂપિયા આવે છે અને જો તે ઈચ્છે તો આ રકમનું રીસ્ટ્રક્ચર કરાવી શકે છે અને લોનનો સમયગાળો બદલી શકે છે.
તેનાથી લોનનો EMI 50,000 રૂપિયાથી ઘટીને 25,000 થઈ જશે. EMI ની રકમ લોકોની પરિસ્થિતિ અને ચૂકવણીની ક્ષમતા અનુસાર નક્કી કરવામાં આવે છે. જો કોઈ આ રીતે રીસ્ટ્રક્ચર કરાવે છે તો તેને EMI ના ટેન્શનથી રાહત મળે છે અને તે લોન ડિફોલ્ટર થવાથી બચી શકે છે.
CIBIL સ્કોર પર નથી થતી કોઈ અસર
બેંક જ્યારે કોઈ વ્યક્તિને લોન આપે છે ત્યારે તેની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. બેંકને લોન આપતા પહેલા તેની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવાનો અધિકાર છે. એકવાર કોઈ વ્યક્તિ લોન ડિફોલ્ટર બની જાય છે, તો ભવિષ્યમાં કોઈ બેંક તેને લોન આપતી નથી. બેંકો આવા લોકોને લોન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરે છે.
દરેક વ્યક્તિનો ક્રેડિટ સ્કોર જુદા-જુદા હોય છે. જે બેંક લોનના સમયસર ચૂકવેલ EMI અનુસાર નક્કી કરવામાં આવે છે. ક્રેડિટ સ્કોર માટે તે સિવાયના બીજા પરિબળો પણ અસર કરે છે, પરંતુ સમયસર ચુકવણી કરવી એ સૌથી મહત્વપૂર્ણ છે. વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 300 થી 900 સુધીનો હોઈ શકે છે. બેંક 700 થી વધારેના ક્રેડિટ સ્કોર હોય તે લોકોને સરળતાથી લોન આપે છે.