દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ ચાર વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. ડૉ. મનમોહન સિંહનાં નિધન પર વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુભાવોએ શ્રધ્ધાંજલી વ્યક્ત કરી છે.
PM મોદીએ પાઠવી શ્રધ્ધાંજલી
ડૉ. મનમોહન સિંહનાં નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, ‘ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાનાં ડો. મનમોહન સિંહ જીની ખોટ પર શોક વ્યક્ત કરે છે. નમ્ર મૂળમાંથી ઉભરીને, તેઓ એક આદરણીય અર્થશાસ્ત્રી બન્યા. તેમણે નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દાઓ પર પણ સેવા આપી હતી, જેણે વર્ષોથી આપણી આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી. સંસદમાં તેમની દલીલો પણ તર્કબદ્ધ હતી. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા.
India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic… pic.twitter.com/clW00Yv6oP
— Narendra Modi (@narendramodi) December 26, 2024
ગુજરાત સાથેની યાદગીરી કરી શેર
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. મનમોહન સિંહની સાથેની યાદગીરી પણ શેર કરી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ડૉ. મનમોહન સિંહ જી જ્યારે પીએમ હતા અને હું ગુજરાતનો સીએમ હતો ત્યારે નિયમિત રીતે વાતચીત કરતા હતા. અમે ગવર્નન્સ સંબંધિત વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરીશું. તેમની શાણપણ અને નમ્રતા હંમેશા દેખાતી હતી.
દુઃખની આ ઘડીમાં મારી સંવેદના ડૉ. મનમોહન સિંહજીના પરિવાર, તેમના મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.
India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic… pic.twitter.com/clW00Yv6oP
— Narendra Modi (@narendramodi) December 26, 2024
અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ડૉ. મનમોહનસિંહનાં નિધન પર ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું “પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરથી લઈને દેશના નાણામંત્રી અને વડાપ્રધાન સુધીના ડૉ.મનમોહન સિંહે દેશના શાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દુઃખની આ ઘડીમાં હું તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. વાહેગુરુજી તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी के निधन की सूचना अत्यंत दुःखद है। भारतीय रिजर्व बैंक में गवर्नर से लेकर देश के वित्त मंत्री और प्रधानमंत्री के रूप में डॉ. मनमोहन सिंह जी ने देश की शासन व्यवस्था में महत्त्वपूर्ण भूमिका निभाई। दुःख की इस घड़ी में उनके परिजनों व समर्थकों के…
— Amit Shah (@AmitShah) December 26, 2024
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શ્રધ્ધાંજલિ આપી
ડૉ. મનમોહનસિંહનાં નિધન પર ગુજરાતનાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ શ્રધ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલી આપતા કહ્યું હતું કે, ‘ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. વિવિધ જવાબદારીઓ નિભાવતી વખતે તેમણે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
भारत के पूर्व प्रधानमंत्री, विख्यात अर्थशास्त्री डॉ. मनमोहन सिंह जी के निधन की खबर अत्यंत दुःखद है।
विभिन्न दायित्वों का निर्वहन करते हुए उन्होंने देश के विकास में महत्वपूर्ण योगदान दिया।
प्रभु उनकी आत्मा को शांति दें और उनके परिवार व समर्थकों को यह दुःख सहने की शक्ति प्रदान…
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 26, 2024