નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ નિમિત્તે યોજાનાર પારંપરિક મેળાને અનુલક્ષીને આગામી 10 થી 14 ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ તરફ આવતા વાહન વ્યવહાર ને પ્રતિબંધિત કરવામાં આવશે. સંતરામ મંદિર તરફ આવતા 14 રૂટ બંધ કરવામાં આવશે.
શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સંતરામ રોડ – મંદિર તરફ આવતાં તમામ કનેક્ટેડ માર્ગ પર વાહનોની અવરજવર પ્રતિબંધિત કરાશે. જેમાં શહેરના એસટી બસ સ્ટેન્ડથી સંતરામ મંદિર તરફ જતાં માર્ગ ઉપરાંત પીજ ભાગોળ ચોકથી, મહાગુજરાત તેમજ ગ્લોબ સિનેમા અને દેસાઈ વગર તરફથી, વૈશાલી સિનેમા તરફથી, માઈ મંદિર તરફથી, વીકેવી રોડથી, ડુમરાલ બજાર તેમજ નાના કુંભનાથ રોડ તરફથી, પારસ સર્કલ તરફથી સંતરામ મંદિર તરફ આવતાં તમામ માર્ગ ઉપર વાહન વ્યવહાર પ્રતિબંધિત રહેશે. આ સાથે વૈકલ્પિક રસ્તા તરીકે વાહનચાલકો અન્ય માર્ગ ઉપરથી અવર-જવર કરી શકશે.