ED (આવકવેરા વિભાગ) હાલમાં છાંગુર પીર ઉર્ફે જમાલુદ્દીન સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ, છાંગુર સાથે સંબંધિત અંદાજિત ₹75થી ₹80 કરોડની બિનકાયદેસર સંપત્તિ જપ્ત કરવાની તૈયારી ચાલી રહી છે. વિગતો મુજબ છાંગુરે 2020થી 2023 દરમિયાન ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અનેક મિલકતો ખરીદી હતી. ઉત્તર પ્રદેશમાં તેમણે અંદાજે 11 વિઘા જેટલી જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે, જેની કિંમત ₹2 કરોડથી વધુ છે. ઉપરાંત, રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી 20,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તૃત પાંચ રહેણાંક મિલકતોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જે 2020 અને 2021ની વચ્ચે ખરીદવામાં આવી હતી.
મહારાષ્ટ્રના લોનાવાલામાં 2023માં છાંગુરે અંદાજે ₹16 કરોડની કિંમતવાળી એક મહેલ સમાન મિલકત ખરીદી હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે આ મિલકતોમાંથી ઘણી છાંગુરના નજીકના સાથીદાર નવીન રોહરા અને નીતુ રોહરા ઉર્ફે નસરીનના નામે નોંધાયેલ છે.
EDના સૂત્રો મુજબ છાંગુરને સ્થાનિક અને વિદેશી સ્ત્રોતોમાંથી કુલ ₹65 કરોડનું ફંડિંગ મળ્યું હોવાનો અંદાજ છે. છતાં, હાલ બેંક રેકોર્ડ અને ટ્રાન્ઝેક્શન્સની વિગતોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જેના આધારે આ રકમમાં વધુ વધારો થવાની શક્યતા છે. EDનો માનેવો છે કે આ સંપત્તિઓ કાયદેસર આવકના સ્ત્રોતોથી મેળ ખાતી નથી અને આર્થિક ગેરરીતિનો ભાગ હોઈ શકે છે.