click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શિક્ષણ એ એક એવી જડીબુટ્ટી છે, જેનાથી જ્ઞાન સમૃદ્ધિ આવે છે, સમસ્યાનું નિરાકરણ પણ થાય છે. – કુલપતિશ્રી ડો.મધુકર પાડવી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શિક્ષણ એ એક એવી જડીબુટ્ટી છે, જેનાથી જ્ઞાન સમૃદ્ધિ આવે છે, સમસ્યાનું નિરાકરણ પણ થાય છે. – કુલપતિશ્રી ડો.મધુકર પાડવી
GujaratNarmada

શિક્ષણ એ એક એવી જડીબુટ્ટી છે, જેનાથી જ્ઞાન સમૃદ્ધિ આવે છે, સમસ્યાનું નિરાકરણ પણ થાય છે. – કુલપતિશ્રી ડો.મધુકર પાડવી

૭મી ઓક્ટોબર, ૨૦૦૧થી ગુજરાતના વિઝનરી તત્કાલિન મુધ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાં, શહેર અને સમુદાય માટે આંખે ઉડીને વળગે તેવા વિકાસ કાર્યો કર્યા – કલેક્ટરશ્રી એસ.કે.મોદી

Last updated: 2024/10/10 at 3:36 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ કેમ્પસમાં ચાલતી ટ્રાયબલ યુનિવર્સિટીની ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિકાસ સપ્તાહ નિમિત્તે સંવાદ કાર્યક્રમ યોજાયો

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને રજીસ્ટ્રારશ્રી દ્વારા પ્રેરક ઉદબોધન કરી વિદ્યાર્થીઓ સાથે વિકાસ અંગે સંવાદ સાધ્યો : વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેઓના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦૧૪ અને દેશમાં ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાઈ રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ કેમ્પસમાં ચાલતી ટ્રાયબલ યુનિવર્સિટીની વિજ્ઞાનપ્રવાહ, કોમર્સ અને આર્ટસ ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિકાસ સપ્તાહ નિમિત્તે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વક્તાઓ દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરરશ્રી એસ.કે.મોદીએ વિદ્યાર્થીઓને સંવાદ કાર્યક્રમનો હેતુ સમજાવી સંવાદ અને પ્રશ્નોત્તરી માટે આહવાન કર્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં એક સમય હતો જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ રહેતી પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારપછી દુષ્કાળ જેવી સ્થિતિ ક્યારેય જોવા નથી મળી. જ્યોતિગ્રામ જેવી યોજનાના કારણે અંત્યોદયના ઘર સુધી ૨૪ કલાક અજવાળું પથરાયું છે. ગુજરાતમાં વૈશ્વિક ઉદ્યોગકારોને વાઈબ્રન્ટ ગુજરાતમાં આમંત્રણ મળતાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝડપી વિકાસ થવા સાથે યુવાનોને રોજગારી મળી છે. ગુજરાતના ઐતિહાસિક-ધાર્મિક અને પૌરાણિક વારસાને પ્રવાસનના માધ્યમથી કનેક્ટિવિટી સાથે એક-મેક સાથે સંસ્કૃતિથી જોડી દુનિયાભરના લોકોને ગુજરાતમાં પ્રવાસન થકી આકર્ષી વિશ્વ ફલક પર પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતનું નામ પ્રથમ હરોળમાં અંકિત કર્યું છે. આપણા નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું આઈકોનિક સ્થળ પ્રાપ્ત થયું તે પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે જ શક્ય બન્યું છે. ૭મી ઓક્ટોબર, ૨૦૦૧થી ગુજરાતના વિઝનરી તત્કાલિન મુધ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાં, શહેર અને સમુદાય માટે આંખે ઉડીને વળગે તેવા વિકાસ કાર્યો કર્યા છે તેમ તેઓએ ઉમેર્યું હતું. અને અમે સરકારી સેવામાં રહીને વિકાસને નજરો નજર જોયો છે. વિકાસની અનુભૂતિ કરી છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યા પછી તેઓના દુરંદેશી નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષમાં ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. એક સમય હતો જ્યારે આપણો દેશ વિશ્વના દેશો પાસેથી કેટલીક જરૂરિયાતો પૂરી કરતો, આજે આપણો દેશ વિશ્વના અન્ય દેશોને વિવિધ સામગ્રી પૂરી પાડે છે. સાયન્સ અને ટેક્નોલોજીમાં નવા આયામો સર કરતાં કોવિડ-19ની પરિસ્થિતિમાં ભારતે વિશ્વના અન્ય દેશોને વેક્સિન પૂરી પાડવામાં પણ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. અનેક અવરોધો વચ્ચે પણ વડાપ્રધાનશ્રીએ ભારત દેશને વિશ્વના દેશો સમક્ષ અગ્ર હરોળમાં લઈ જવા માટેના અવિરત પ્રયાસો કરી દેશને વિકાસના માર્ગે લઈ જઈ રહ્યાં છે અને તેના ફળ આપણે સૌ ચાખી રહ્યા છીએ. જિલ્લા કલેક્ટરશ્રી અસ.કે. મોદીએ ગઈકાલે જાણીતા ઉદ્યોગપતિશ્રી રતન ટાટાના નિધન અંગેની માહિતી આપી આ ઉદ્યોગપતિ દ્વારા બીજા રાજ્યોમાંથી આખો ઉદ્યોઘ શિફ્ટ કરી સાણંદ ખાતે નેનો કાર બનાવવાનો ઉદ્યોગ અને રોજગારી ક્ષેત્રે ગુજરાતને પ્રાધાન્ય આપ્યું તે વાઈબ્રન્ટ સમિટની સફળતા ગણાવી હતી.

બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.મધુકર એસ.પાડવીએ જણાવ્યું કે, વસુધૈવ કુટુંમ્બકમની ભાવનાને વિશ્વ કક્ષાએ પહોંચાડનારા વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદીએ વિશ્વને પણ એક કુટુંબની વિભાવના સાથે જોડ્યું છે. તેઓની કોઠાસૂઝ, વિઝન અને અમલવારીના કારણે ફાનસ યુગના અંધકારમાંથી જ્યોતિગ્રામના નેટવર્ક થકી ગુજરાતને ઝળહળતું કરવાની અનોખી ભેટ ધરી છે. વડાપ્રધાન તરીકે તેઓએ જોયેલા વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે કેટ કેટલીયે યોજના તેઓએ જમીન પર ઉતારી છે. તેઓ જ્યારે ગુજરાતમાં હતાં ત્યારે કૃષિ, પશુપાલન, શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટા પરિવર્તનો આવ્યા હતાં. હાલમાં પણ વડાપ્રધાન તરીકે ભારત દેશને આર્થિક મહાસત્તા બનાવવાના પથ પર આગળ વધી રહ્યાં છે. વિકાસમાં શિક્ષણની ભૂમિકાનું મહત્વ સમજાવતા કુલપતિશ્રીએ ઉમેર્યું કે, શિક્ષણ એ એક એવી જડીબુટ્ટી છે, જેનાથી જ્ઞાન સમૃદ્ધિ આવે છે. અને સાથે માનવીના જીવનની સમસ્યાનું નિરાકરણ પણ થાય છે. ગુજરાતમાં પહેલાં માત્ર 10 યુનિવર્સિટી હતી આજે 108 યુનિવર્સિટી કાર્યરત છે. નર્મદા જિલ્લામાં બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી સ્થાપી હજારો વિદ્યાર્થીને ઘર આંગણે મૂલ્ય આધારિત ઉત્તમ ગુણવત્તા સાથે સંસ્કૃતિનું પણ જતન થશે તેવો મને વિશ્વાસ છે.

વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી ડો.વિજયસિંહ વાળાએ પણ વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. બીજી તરફ વિદ્યાર્થીઓએ નર્મદા જિલ્લાના વિકાસને કેન્દ્રમાં રાખીને પ્રશ્નોત્તરી કરતા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ખૂબજ સરળ રીતે વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબો આપ્યા હતા. અત્યંત સુંદર રીતે ઈન્ટરેક્શન કરી સંવાદ કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ત્રણેય કોલેજ આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાનપ્રવાહના પ્રિન્સીપાલશ્રીઓ, નાયબ કલેક્ટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી એ.બી. મછાર, કોલેજના અદ્યાપકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

You Might Also Like

વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા

એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના ‌તમામ શ્લોકો કડકડાટ બોલે છે

ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

TAGGED: Chancellor Dr. Madhukar Padvi, Education, Narmada, Narmada Collector, Narmada news, narmada police, oneindia, oneindianewsgujarat, Shri Chotubhai Purani Gymnasium Campus, solves problems, Tribal University, wealth of knowledge, ટ્રાયબલ યુનિવર્સિટી, શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ કેમ્પસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 10, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજપીપલા હરસિદ્ધિ માતાના મંદિરે સાતમા નોરતે રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવાર મહાઆરતી યોજાઈ
Next Article એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા
Bhavnagar Gujarat મે 19, 2025
એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના ‌તમામ શ્લોકો કડકડાટ બોલે છે
Gujarat Kheda મે 19, 2025
ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
Gujarat મે 19, 2025
‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?