જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર આજે સુપ્રીમે મોટો ચૂકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે સાફ કરી દીધુ કે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે કેન્દ્રએ જે નિર્ણય લીધો હતો તે યથાવત રહેશે. ખંડપીઠે તેની પાછળનો તર્ક આપતા કહ્યું કે આર્ટિકલ 370 એક અસ્થાયી જોગવાઈ હતી, સોમવારે તમામ જ્જે સર્વસંમતિથી નિર્ણય લીધો અને તેને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચૂડે વાંચ્યો. તમને જણાવી દઈએ કે આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ કૌલ અને જસ્ટિસ ખન્ના સામેલ છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને દેશવાસીઓ અને નેતાઓએ આવકાર્યો છે અને કહ્યું કે આ નિર્ણય બાદ હવે જમ્મૂ અને કાશ્મીરમાં વિકાસ થશે અને સ્થાનિક લોકોની રોજગારી માટે નવા રસ્તાઓ ખુલશે. ત્યારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ ટ્વીટ કરીને નિર્ણયને આવકાર્યો છે.
શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કર્યુ ટ્વીટ
अनुच्छेद 370 को निरस्त करने के संदर्भ में माननीय उच्चतम न्यायालय के फ़ैसले का स्वागत और अभिनंदन करता हूँ।
I welcome Hon. Supreme Court’s verdict on the validity of abrogation of #Article370. The verdict of SC today will add new vigour to realising the dreams and aspirations of…
— Dharmendra Pradhan (@dpradhanbjp) December 11, 2023
શિક્ષણપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે હું #Article370 નાબૂદ કરવાની માન્યતા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરું છું. આજે SCનો ચુકાદો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોના સપના અને આકાંક્ષાઓને સાકાર કરવા માટે નવું જોમ ઉમેરશે. તે પીએમના નેતૃત્વમાં સંસદના ઐતિહાસિક નિર્ણયની બંધારણીય માન્યતાનું સમર્થન પણ છે. પીએમ મોદીજીના નેતૃત્વમાં અને ગૃહપ્રધાન અમિતશાહના કારભાર હેઠળ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં શાંતિ, સમૃદ્ધિ, વૃદ્ધિ અને વિકાસની નવી સવારની શરૂઆત કરવાના તેના સંકલ્પમાં અડગ છે.