ટેસ્લાના CEO એલન મસ્કની ભારત મુલાકાતને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, એલન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. મસ્ક 21-22 એપ્રિલે ભારતમાં આવે તેવી અપેક્ષા હતી. આ દરમિયાન તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના સમાચાર પણ આવ્યા હતા. મસ્કે પોતે એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, તેઓ PM મોદીને મળવા માટે ઉત્સાહિત છે.
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના હતા. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેmણે પોતાનો પ્રવાસ સ્થગિત કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ભારતની મુલાકાત દરમિયાન એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. આ સમય દરમિયાન તેઓ ભારતીય બજારમાં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરવાના હતા.
Tesla chief Elon Musk has postponed a planned trip to India where he was to meet Prime Minister Narendra Modi and announce plans to enter the South Asian market, three people familiar with the matter said, reports Reuters
— ANI (@ANI) April 20, 2024
એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમની ભારત મુલાકાત દરમિયાન મસ્ક ભારતમાં ટેસ્લાના પ્રવેશ, રોકાણ અને નવી ફેક્ટરી ખોલવાની તેમની યોજનાઓ અંગે જાહેરાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ મીટિંગ દરમિયાન મસ્ક 20-30 અબજ ડોલરના રોકાણનો રોડમેપ રજૂ કરી શકે છે. મસ્કના રોકાણ માટે દિલ્હીની ઓબેરોય હોટલમાં તૈયારીઓ કરવામાં આવી હતી. દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં પીએમ મોદી સાથે તેમની મુલાકાતની ચર્ચા હતી. PM મોદીએ કહ્યું છે કે, મસ્ક ભારતનું સમર્થન કરે છે અને રોકાણ માટે તેમનું સ્વાગત છે. પરંતુ તેઓએ ભારતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવી પડશે.
એલન મસ્ક તેમની ભારત મુલાકાત દરમિયાન દેશમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક શરૂ કરવાની પણ જાહેરાત કરી શકે તેવી પણ અપેક્ષા હતી. મસ્કની મુલાકાત મુલતવી રાખવાના કારણો હજુ જાણવા મળ્યા નથી. પરંતુ એવી ચર્ચા છે કે ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શનને લઈને મસ્ક 23 એપ્રિલે અમેરિકામાં એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ કોલમાં ભાગ લેવાનો છે.