બાંગ્લાદેશમાં હિન્દુઓની સાથે હવે મતુઆ સમુદાયના લોકો પણ સ્થળાંતર કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયના ગઢ ગણાતા ગોપાલગંજના ઓરકાંડીમાં તપાસ દરમિયાન ઘણા મોટા ખુલાસા થયા છે.
ગોપાલગંજના મજકાંડીમાં રહેતા 40 વર્ષીય લિટન બિસ્વાસનું કહેવું છે કે દસ વર્ષ પહેલાં અહીં 300થી વધુ હિન્દુ પરિવારો રહેતા હતા પરંતુ હવે અહીં માત્ર એક જ પરિવાર રહ્યો છે. અહીં રહેતા તમામ હિન્દુ પરિવારો તેમનાં ઘર છોડીને ભારતમાં સ્થાયી થયા છે. જે વિસ્તારોમાંથી હિન્દુઓ વિસ્થાપિત થયા તે વિસ્તારો પર મુસ્લિમોએ કબજો કરી લીધો છે.
લિટન બિસ્વાસનું કહેવું છે કે તેની માતા સાથે તે પણ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં સ્થાયી થવાની તૈયારીમાં છે. 24 પરગણા જિલ્લામાં રહેતા 60% હિન્દુ પરિવારો મતુઆ સમુદાયના છે. બાંગ્લાદેશથી ભાગી ગયેલા 2 કરોડ મતુઆ ભારતમાં રહેવા મજબૂર છે.
ઘણા જિલ્લાઓમાં મતુઆ સમુદાયમાં તિનકુરી મુસ્લિમ સંગઠનો જોડાયાં
ગોપાલગંજની જમીની સ્થિતિ જોયા પછી એ વાત સામે આવી છે કે ઘણા મુસ્લિમો પણ મતુઆ સમુદાયમાં જોડાયા છે. અહીંના કુલના, જેસોર અને બેગરહાટના તિનકુરી મુસ્લિમ સંગઠનોના ઘણા લોકો મતુઆ સમુદાયમાં સામેલ થઈ ગયા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં રહેતા 80% થી વધુ હિન્દુ પરિવારો મૈજાકાંડીમાંથી હિજરત કરી છે. બીજી તરફ, બેગરહાટના ઘણા ભાગોમાં રહેતા મુસ્લિમ પરિવારો અહીં સ્થાયી થયા છે. હવે અહીં 300 પરિવારો રહે છે જેઓ તિનકુરી મુસ્લિમ સંગઠન સાથે જોડાયેલા છે. યુનિયનના અધ્યક્ષ સુબ્રત ટાગોરે જણાવ્યું હતું કે જો કોઈ ભારત જાય છે તો અમે જવાબદાર નથી.
મતુઆ કર્ણાટકથી આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં સ્થાયી થયા
હિજરત બાદ મતુઆ સમુદાયના લોકો ભારતના ઘણા ભાગોમાં સ્થાયી છે. કર્ણાટકમાં 4580 મતુઆ પરિવારો સ્થાયી થયા છે, પશ્ચિમ બંગાળના નાદિયા અને દિનાજપુરમાં 5 હજાર, હુગલીમાં 2500, આંધ્રમાં 500, છત્તીસગઢમાં 500, સિકંદરાબાદમાં 250, ઝારખંડમાં 200, હૈદરાબાદમાં 300 છે.
મતુઆ બે સમુદાયોમાં વહેંચાયેલા છે
તાજેતરના સમયમાં મતુઆ સમુદાય બે સંગઠનોમાં વહેંચાઈ ગયો છે. જે મતુઆ મહાસંઘ અને મતુઆ મિશનમા નામથી ઓળખાય છે. એક તરફ સુબ્રત ટાગોર અને બીજી બાજુ પદ્મનાભ ટાગોરે પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. ઘણા સ્થાનિક લોકોના મતે હવે તે ધાર્મિક અદાલત નથી પરંતુ માત્ર રાજકીય હિતોને સેવા આપતી અદાલત છે.