જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ કઠુઆના બિલાવર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થતાં વિસ્તારમાં અફર-તફરીનો માહોલ બની ગયો.
‘કઠુઆ જિલ્લામાં દરેક અતાકીઓ ઠાર ન થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે’
જમ્મુ-કઠુઆ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) શિવ કુમાર શર્માએ સોમવારે પ્રદેશની પહાડીઓમાં સક્રિય દરેક આતંકવાદીને ખતમ કરવા માટે પોલીસ દળની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે કઠુઆ જિલ્લામાં જ્યાં સુધી છેલ્લો આતંકી ઠાર ન થયા ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે.
તેમણે સરહદની આસપાસ નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા વિનંતી કરી, અને કહ્યું કે પોલીસ જનતા પાસેથી મળેલી માહિતી પર આધાર રાખે છે. શર્માએ રિયાસીમાં પત્રકારોને જણાવ્યું કે, “ઓપરેશન ચાલુ છે અને જ્યાં સુધી એક પણ આતંકવાદી બચ્યો છે, જમ્મુ અને કાશ્મીર પોલીસ તેનું મિશન ચાલુ રાખશે. અમારી સેના જમ્મુ અને કાશ્મીરને સુરક્ષિત રાખવા માટે આતંકવાદને ખતમ કરવા માટે સમર્પિત છે.”
Kathua, J&K | An exchange of fire between security forces and terrorists started late last night in the Billawar area of Kathua after security forces launched a massive search and cordon operation in the area. The operation is still underway. More details awaited: J&K Police
— ANI (@ANI) April 1, 2025
ડીઆઈજીએ પોલીસકર્મીઓની બહાદુરીને કર્યા સલામ
ડીઆઈજીએ સુરક્ષા દળોના સામૂહિક પ્રયાસ પર ભાર મૂક્યો અને કહ્યું, “અમારા ઓપરેશન્સ સેના, સીઆરપીએફ અને અન્ય દળો સાથે સંકલનમાં ચાલી રહ્યા છે. અમે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.” પોલીસ કર્મચારીઓની બહાદુરીની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “રાષ્ટ્ર આપણા અધિકારીઓની હિંમતને સલામ કરે છે જેઓ ડર્યા વિના ગોળીઓનો સામનો કરે છે અને શહાદત સ્વીકારે છે, છતાં તેઓ શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની તેમની પ્રતિબદ્ધતાથી ક્યારેય ડગમગતા નથી.”
શર્માએ પોલીસ કર્મચારી તારિક અહેમદના પરિવાર સાથે મુલાકાત કરી, જેમણે 27 માર્ચ, 2025 ના રોજ કઠુઆમાં આતંકવાદીઓ સામે લડતી વખતે તેમના ત્રણ સાથીદારો સાથે પોતાનો જીવ ગુમાવ્યો. શહીદ અધિકારીઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “આ બહાદુર જવાનોએ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. જમ્મુ અને કાશ્મીર પોલીસ ક્યારેય પોતાની ફરજથી પાછળ નહીં હટે.”
ડીઆઈજીએ ખાસ કરીને પોલીસ અધિકારીઓ બલવિંદર, જસવીર અને જસવંતની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું, “જો તેઓએ આતંકવાદીઓનો સામનો કરવામાં ટીમનું નેતૃત્વ ન કર્યું હોત, તો હુમલાખોરો બીજે ક્યાંક ભાગી શક્યા હોત અને વધુ વિનાશ કરી શક્યા હોત.” શોકગ્રસ્ત પરિવારો સાથે એકતા વ્યક્ત કરતા શર્માએ કહ્યું, “અમે શહીદોના પરિવારોને મળ્યા અને અમારી સંવેદના વ્યક્ત કરી અને તેમને ખાતરી આપી કે આખો દેશ તેમની સાથે ઉભો છે. તેમની હિંમત અને બલિદાન પર જમ્મુ અને કાશ્મીરના દરેક નાગરિક અને પોલીસ અધિકારીને ગર્વ છે.”