જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મતદાનનો દિવસ અંતે આવી ગયો અને સવારે સાત વાગ્યાથી મતદાન મથકોએ મતદારોએ લાઇનો લગાવી હતી, ખેડા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા બેઠક દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહુધા, મહેમદાવાદ, કપડવંજમાં ૨૦ લાખ ઉપરાંતના મતદારો પોતાના મતનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વમાં સહભાગી થયા છે. આ લોકસભામા વિધાનસભા દીઠ ઊભા કરેલા કુલ ૨૦૩૭ બુથ પર ૧૧૯૯ બ્લિડિંગની અંદર આ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની ચિત્રા રત્નુએ પીજ રોડ, એલ.આઇ.સી. ઓફિસ પાસે આવેલ નગરપાલિકા બોર રૂમ મતદાન મથક પર મતદાન કરી લોકશાહીના પાવન અવસરમાં સહભાગી બન્યા. જિલ્લાવાસીઓને ઉત્સાહપૂર્ણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
આ ૨૦૩૭ મતદાન મથકો પૈકી સખી મતદાન મથકો, દિવ્યાંગ મતદાન સંચાલીત અને યુવા સંચાલિત મતદાન મથકો છે. જેમાં કુલ ૧૦૯૯૯ પોલીગ સ્ટાફ ખડેપગે રહી ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત આ તમામ બુથ પર પોલીસ, ય્ઇડ્ઢ, હોમગાર્ડ, જીઇઁ જવાનોનો સ્ટાફ ફળવાયેલો છે. આ સાથે સાથે એસટી વિભાગના પણ વ્યક્તિઓનો સ્ટાફ મળી કુલ ૧૭૪૬૬ કર્મચારી રોકાયેલો છે.
ઉનાળાની ઋતુને ધ્યાનમાં લેતાં હિટવેવ સંદર્ભે ખેડા જિલ્લામાં નવતર પહેલ કરવામાં આવી છે.
જે અંતર્ગત જિલ્લામાં મથકોના લોકેશન ખાતે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ મતદાન મથકો પર આશાવર્કર તથા ફિમેલ હેલ્થ વર્કર, મેડીકલ કીટ સાથે હાજર છે. તેમજ નાના બાળકો સાથે મતદાન કરવા આવતી મહિલાઓના બાળકોને સાચવવા આંગણવાડી વર્કર હાજર છે. જિલ્લાના ૨૬૬-મતદાન સ્થળો ખાતે મતદારો માટે શેડની વ્યવસ્થા ન હોવાથી મંડપ બાંધીને વ્યવસ્થા કરવામાં આવી છે.