ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના કારણે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેર અને જોધપુરમાં હાઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને તેમની બધી મુસાફરી મુલતવી રાખવા અને ઘરે રહેવાની સૂચના આપઈ છે.
‘બાડમેર શહેરની મુસાફરી ન કરો’
બાડમેર ડીએમ ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘જિલ્લાના તમામ લોકો જે ગામડાઓ કે નગરોમાં છે અને બાડમેર શહેર તરફ મુસાફરી કરવા માંગે છે તેમને વિનંતી છે કે બાડમેર શહેરની મુસાફરી ન કરો. બાડમેરમાં રેડ એલર્ટ છે, તેથી તાત્કાલિક અસરથી તમારી યાત્રા મુલતવી રાખો.’ આ ઉપરાંત લોકોને તાત્કાલિક તેમના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
आवश्यक सूचना
ज़िले के जो भी व्यक्ति गाँव या क़स्बे में हैं और वो बाड़मेर शहर की तरफ़ यात्रा करना चाहते हैं, उन सबसे अनुरोध है कि कृपया बाड़मेर शहर की यात्रा न करें। बाड़मेर के लिए रेड अलर्ट है, इसलिए अपनी यात्रा को तुरंत प्रभाव से स्थगित करें।
— Barmer District Collector & Magistrate (@BarmerDm) May 10, 2025
બીજી તરફ જોધપુરમાં પણ પાકિસ્તાની હવાઈ હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને વહેલી તકે પોતાના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. ડીએમ દ્વારા જાહેર કરાયેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ હુમલો શક્ય છે. સાયરન વાગશે. આ ઉપરાંત, ચુરુમાં પણ ખતરાની શક્યતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
#WATCH | Announcements are being made in Rajasthan's Jaisalmer, appealing people to remain in their houses.
"…Everything will remain closed. Seeing the current situation, all are expected to stay home, and vehicular movements are also stopped…" pic.twitter.com/Gb7mfGTMMF
— ANI (@ANI) May 10, 2025
રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી ડ્રોનના ટુકડા મળી આવ્યા
ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહી છે અને બદલામાં પાકિસ્તાનના એરબેઝને પણ ઉડાવી રહી છે.