સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી જેમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે તેમ વાત થઈ.
સિહોર તાલુકામાં કાર્યરત અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી. સંસ્થાનાં પ્રમુખ વિઠ્ઠલભાઈ વાઘાણીનાં અધ્યક્ષસ્થાને આ સભામાં અગ્રણીઓએ સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ આ સંસ્થાની વિગતો સાથે વાર્ષિક હિસાબો રજૂ થયાં, તેઓએ લીંબુ તથા સરગવાની વ્યાપાર પ્રક્રિયા સાથે ક્રમશઃ સંસ્થાનાં વિકાસ માટે સક્રિય બનવાં જણાવ્યું.
અગ્રણીઓ દ્વારા તેમનાં સંબોધનમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે તેમ વાત થઈ.
વિવેકાનંદ સંસ્થાનાં મનુભાઈ ચૌધરીએ વૈજ્ઞાનિક ખેતી સાથે વ્યાપારી અભિગમ પર ભાર મૂક્યો.
વિસ્તરણ સહકાર અધિકારી ઉમેશભાઈ ડાંગરે સરકારની યોજનાઓની માહિતી મેળવી સમજણ પૂર્વક લાભ લેવાં તેમજ વીમા યોજના વગેરેની વિગત આપી.
નરેન્દ્રસિંહ ઝાલાનાં સંકલન સાથે અહીંયા સંસ્થાનાં જોરશંગભાઈ પરમાર, મહિપતસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, મનુભાઈ સોલંકી, બાબુભાઈ પટેલ, યુનિવર્સ ઉત્પાદક પેઢીનાં તુષારભાઈ દેસાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થયેલ.
આ સભામાં યુનિવર્સ પેઢીનાં મહેશભાઈ પટોળિયા, સંસ્થાનાં લાખુભા ગોહિલ, સલાહકાર મૂકેશકુમાર પંડિત સહિત હોદ્દેદાર સભાસદો જોડાયાં હતાં. વ્યવસ્થામાં નયનભાઈ બાવળિયા અને જયદીપસિંહ ગોહિલ રહ્યાં હતાં.