કચ્છ જિલ્લાના ભુજમાં પોલીસ વિભાગની અંદરથી જ એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસ લાઈનના 36 ક્વાર્ટર્સમાં રહેતા કોન્સ્ટેબલ અલ્ફાઝ ઈકબાલ પંજાએ પોતાની હિંદુ પત્ની અને સાસુ પર પેટ્રોલ છાંટી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. 25 નવેમ્બરે બનેલી આ ઘટનામાં સદનસીબે પાડોશીઓની સમયસર દખલગીરીને કારણે બંને મહિલાઓનો જીવ બચી ગયો. બનેલી ઘટનાની ફરિયાદ ભુજ પોલીસ મથકે નોંધાતા સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ અલ્ફાઝ પંજાની મુલાકાત તેની પત્ની સાથે રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન થઈ હતી અને પરસ્પર પરિચય બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો, જે પછી તેમણે અમરેલી ખાતે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. પીડિતા પણ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, જેના કારણે બંને વચ્ચે સતત સંપર્ક રહેતો હતો.
લગ્ન પછી પીડિતા કચ્છમાં પોતાની માતાની સારવારને કારણે ભુજના પોલીસ લાઈનના 36 ક્વાર્ટર્સમાં રહેવા આવી હતી. ફરિયાદ મુજબ અલ્ફાઝ લગ્ન બાદથી જ નોકરી અને વ્યવહારીક બાબતોને કારણે વારંવાર ઝઘડા કરતો અને પીડિતાના પર મારઝુડ કરતાં. 25 નવેમ્બરે મહિલાએ અલ્ફાઝના મોબાઇલમાં શેર બજારમાં ₹45,000 નું રોકાણ જોયું અને રોકાણ ન કરવા કહ્યું ત્યારે અલ્ફાઝ ગુસ્સે ચઢી ગયો. આરોપ મુજબ તેણે જાતિવાચક ગાળીઓ આપી તેની પત્ની સાથે મારપીટ કરી અને વચ્ચે પડેલી સાસુને પણ માર્યા. ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની, જ્યારે અલ્ફાઝે પત્ની પર પેટ્રોલ છાંટી LPG સ્ટોવનો નોબ ચાલુ કરીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો અને દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગયો. પીડિતાએ બૂમાબૂમ કરતા પાડોશીઓએ દરવાજો ખોલી તેમને બચાવ્યા.
ઘટનાની ગંભીરતા સમજતા ભુજ ડિવિઝનની પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને અલ્ફાઝ ઈકબાલ પંજાવિરુદ્ધ ગંભીર ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ પરિવારની અંદર થયેલી આ ઘટના સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ સમગ્ર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બની છે અને તપાસના આધારે આગળ વધુ પગલાં લેવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel