કચ્છના અંજાર તાલુકામાં પ્રશાસને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોળી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજારના વિજયનગર કોળી વાસ વિસ્તારમાં વર્ષોથી મામલતદાર હસ્તકની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આરોપીએ મકાન ઊભું કર્યું હતું. સરકારી જમીન પરના આ દબાણને દૂર કરવાની કામગીરી આજે સ્થાનિક પ્રશાસન, તાલુકા તંત્ર અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં શરૂ કરવામાં આવી. તંત્રના વાહનોએ ગેરકાયદે બાંધકામને સંપૂર્ણપણે ધરાશાયી કરી દીધું.
માહિતી મુજબ, મહેશ ઉર્ફે ડાબલો એક કુખ્યાત આરોપી છે, જેના પર બળાત્કાર, છેડતી, હત્યાનો પ્રયાસ, ધમકી, મારામારી, પોક્સો અને એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાઓના અનેક કેસ નોંધાયેલા છે. તેના ગુનાહિત રેકોર્ડ અને વધતા દબાણને ધ્યાનમાં રાખીને તંત્રએ સરકારી જમીન પરના આ ગેરકાયદે બાંધકામને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. ડિમોલિશન ડ્રાઇવ દરમ્યાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રશાસનની આ કાર્યવાહીથી વિસ્તારમાં કાનૂની અમલદારીને મજબૂતી મળવાનો સંદેશો ગયો છે અને સરકારી જમીન પરના દબાણો સામે તંત્રની શૂન્ય સહનશીલતા ફરી સ્પષ્ટ થઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel