લોકસાહિત્ય પીરસવા સાથે માયાભાઈ આહિર શ્રાવણ માસ દરમિયાન સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા રહ્યાં છે. બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના થઈ રહી છે.
ગોહિલવાડથી લઈ સૌરાષ્ટ્ર સહિત દેશ વિદેશમાં સનાતન સંસ્કૃતિ સાથેનું લોકસાહિત્ય પીરસવા સાથે માયાભાઈ આહિર શ્રાવણ માસ દરમિયાન તેમના વતન બોરડા ગામે યજ્ઞ આયોજન કરતાં રહ્યાં છે.
શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્ઠાન ઉપાસના કરી રહ્યાં છે અને સનાતન પરંપરા અનુસાર ભૂદેવોનાં મંત્રોચાર સાથે યજ્ઞ આહુતિ અર્પતા રહ્યાં છે, જે ધર્મ સંસ્કૃતિનાં આ ઉપક્રમમાં ધાર્મિક સામાજિક અને કળાક્ષેત્રનાં મહાનુભાવો અને શુભેચ્છકો પણ આવતાં રહે છે અને યજ્ઞ નારાયણ દર્શન લાભ લેતાં રહે છે તેમજ પ્રસાદ પણ લઈ રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel