આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતના નવસારીમાં લાખપતિ દીદીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે 25,000 થી વધુ સ્વસહાય જૂથો (SHG) ની 2.5 લાખથી વધુ મહિલાઓને રૂ. 450 કરોડની નાણાકીય સહાયનું વિતરણ પણ કર્યું.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi interacts with Lakhpati Didis in Navsari.
(Source: DD News) pic.twitter.com/qCCe4Ayu0f
— ANI (@ANI) March 8, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના નવસારીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વાંસી બોરસી ગામમાં 25,000 થી વધુ સ્વ-સહાય જૂથો (SHG) ની 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું.
સુરક્ષાની કમાન મહિલા પોલીસ અધિકારીઓના હાથે
નવસારીના વાંસી-બોરસીમાં યોજાનારા વિશિષ્ટ કાર્યક્રમમાં policing ની સંપૂર્ણ જવાબદારી મહિલા અધિકારીઓને સોંપવામાં આવી!
✅ પહેલી વખત એક વિશાળ કાર્યક્રમ માટે સંપૂર્ણપણે મહિલા પોલીસ દળ નિમાયું.
✅ કાયદો અને વ્યવસ્થાની સમગ્ર વ્યવસ્થા મહિલા અધિકારીઓના હાથમાં રહી.
✅ 2,165 કોન્સ્ટેબલ, 187 ઇન્સ્પેક્ટર, 61 સબ-ઇન્સ્પેક્ટર, 19 ડીએસપી, 5 એસપી, 1 IG અને 1 ADGP (Additional Director General of Police) સ્તરના અધિકારીઓએ જવાબદારી સંભાળી.
આ ઇવેન્ટ કેમ વિશેષ છે?
✔️ પોલીસિંગમાં મહિલા નેતૃત્વ માટે મહત્વનો તબક્કો.
✔️ નારીશક્તિ દ્વારા કાયદો અને વ્યવસ્થાની નવી દિશા.
✔️ મહિલા અધિકારીઓ માટે મોટી જવાબદારી સંભાળવાનો વિશેષ અવસર.
✔️ ભારતીય પોલીસ દળમાં લિંગ સમાનતાની દિશામાં એક મોટું પગલું.
આ પહેલ માત્ર એક કાર્યક્રમ પૂરતી મર્યાદિત નથી, મહિલા પોલીસ દળને વધુ સશક્ત બનાવવાનું દૃઢ સંકલ્પ છે.
2,587 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
આ પહેલા પીએમ મોદીએ ગુજરાતને રૂ. 2,587 કરોડના પ્રોજેક્ટની ભેટ પણ આપી હતી. શુક્રવારે પીએમએ સિલ્વાસામાં 450 બેડની નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. તેમણે સાયલી સ્ટેડિયમમાંથી 62 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો