નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ.૫૩૮.૬૩ લાખના ૬ ડામર તથા સીસી માર્ગોનું નડિયાદ ના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વરદ્હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિ આ રસ્તાઓ ગામના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.
ઉત્તરસંડા હારીયા તલાવડી થી નવા કુવા સુધીનો માર્ગ, કૃપા તલાવડી થી રામદેવજી મંદિર સુધીનો ડામર માર્ગ, પાણીની ટાંકી થી ગંગા તલાવડી ફાટક 270 સુધીનું જોડાણ માર્ગ, ઉત્તરસંડા GEB થી ફાટક 268 સુધીનો રસ્તો, ભવાનીપુરા મંદિર–હસાઇની કુવા–ફાટક 268–નવભારત સીડસ થી NH-8 ને જોડતો માર્ગ, સદનશા–KVAC કોલ્ડ સ્ટોરેજ થી કુયા તલાવડી સુધીનો માર્ગ નો સમાવેશ થયો છે.
આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ ઈશિતભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી સરપંચ નયનભાઈ વાઘેલા, ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિ રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel