ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા ઇ.પોલીસ અધિક્ષક વી.આર.વાજપાઇ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વેકરીયા તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ એમ.એચ.રાવલ તથા પો.સ.ઇ જે.એસ.ચંપાવત નાઓની સુચના હેઠળ ગત તા.૦૨-૧૨-૨૦૨૫ ના રોજ એલ.સી.બી સ્ટાફના પો.સ.ઈ જે.એસ.ચંપાવત તથા એ.એસ.આઇ ઋતુરાજસિંહ ગોપાલસિંહ તથા પો.કો.કુલદિપસિંહ જયવંતસિંહ તથા પો.કો.નિલેશભારથી શંભુભારથી તથા પો.કો.નિલેશકુમાર કનુભાઇ તથા પો.કો.કુલદિપસિંહ હેમુભા એ રીતેના એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા સારૂ પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન નડિયાદ બસ સ્ટેશન પાસે આવતા PC નિલેશકુમાર કનુભાઈ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત આધારે વોચ તપાસમાં રહેતા બાતમી હકિકત વાળો ઇસમ મળી આવેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જુવેનાઇલ કાર્યપદ્ધતિનું અનુસરણ કચેરી ખાતે લાવી પુછપરછ કરતા સદરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે જણાવેલ/બતાવેલ વિગતે ત્રણ મોબાઇલ કુલ રૂ.૧૫૦૦૦/- તથા રોકડ રૂ.૫૩,૨૦૦/- મળી કુલ રૂ.૬૮,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કરી BNSS કલમ- ૧૦૬ મુજબ તપાસ અર્થે હસ્તગત કરેલ છે.
કપડવંજ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૪૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)ના કામે સદર મુદ્દામાલ હસ્તગત કરેલ છે. અને આ સીવાયની ચોરીઓ કઠલાલ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૭૦૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) તથા બાવળા પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૪૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૫(સી), ૫૪ મુજબ ની ચોરી કરેલાની હકિકત જણાવેલ છે.જે વણશોધાયેલ ગુનાઓ એલ.સી.બી. ખેડા-નડીયાદ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel