રેલવેએ એસી કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે વેઇટિંગ ટિકિટ માટે ઓટો અપગ્રેડ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. બર્થ ખાલી હોવા છતાં પણ સ્લીપર ક્લાસની ટિકિટોને હવે ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં આવશે નહી.
નવા નિયમ મુજબ, ભલે બર્થ ખાલી રહે પણ સ્લીપર ક્લાસની ટિકિટ હવે ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં આવશે નહી. IRCTC ના જણાવ્યા અનુસાર, હવે સ્લીપર ક્લાસની ટિકિટ ફક્ત બે ક્લાસ સુધી અપગ્રેડ કરવામાં આવશે.
ફક્ત બે ક્લાસમાં જ પ્રવેશ મળશે
જૂના નિયમો કે સિસ્ટમ મુજબ, પહેલા જો સ્લીપર કે લોઅર ક્લાસ કે થર્ડ એસીની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હોત તો તે આપમેળે થર્ડ, સેકન્ડ કે ફર્સ્ટ ક્લાસમાં અપગ્રેડ થઈ જતી હતી. આ આખી પ્રક્રિયા ઓટોમેટિક હતી.
પરંતુ હવે આવું નહી થાય, સ્લીપર ટિકિટ મહત્તમ થર્ડ એસી (3A) અથવા સેકન્ડ એસી (2A) માં અપગ્રેડ કરવામાં આવશે. ફર્સ્ટ એસી (1A) માં નહી, પછી ભલે તે સીટ ખાલી રહે. મતલબ કે જો તમારી પાસે સ્લીપર અથવા લોઅર ક્લાસની ટિકિટ હોય તો તમારી મુસાફરી ફક્ત સેકન્ડ એસી સુધી મર્યાદિત રહેશે. હા, જો તમારી પાસે થર્ડ એસી (3A) ની ટિકિટ છે તો શક્યતાઓ છે કે તમે ફર્સ્ટ એસી (1A) માં પણ મુસાફરીનો આનંદ માણી શકો છો.
શા માટે લેવાયો આ નિર્ણય?
આ ફેરફાર ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં ભીડને નિયંત્રિત કરવા અને સીટ વિતરણની પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવા માટે કરવામાં આવ્યો છે. જોકે, આ અપગ્રેડ પ્રોગ્રામ માટે તમારે ટિકિટ ખરીદતી વખતે તેમાં અપગ્રેડ વિકલ્પ પણ પસંદ કરવાનો રહેશે. તેમજ બુકિંગ કરતી વખતે જો હા કે નાનો વિકલ્પ પસંદ કરવા ના આવ્યો હોય તો સિસ્ટમ તેને ડિફોલ્ટ રૂપે ‘હા’ માને છે. મતલબ કે જો તમે અપગ્રેડ ન ઇચ્છતા હોવ તો તેને પસંદ કરશો નહી.