આ ગણેશ જયંતિ માં યુએસએ થી આવેલા ૨ ભાઈઓ યમન બિમલ ભાઈ શાહ અને નિષાદ બિમલ ભાઈ શાહ દ્વારા ગણેશ જયંતિ નિમિત્તે ગણેશજી ની વિશેષ પૂજા અર્ચના કરવાનો લાહવો લીધો હતો..
ગણેશ પુરાણમાં કહ્યું છે એ પ્રમાણે ભગવાન શિવ અને દેવી પાર્વતીએ ભગવાન ગણેશને જન્મ આપ્યો હતો. આ દિવસ નું વિશેષ મહત્વ હોય છે.
ગણેશજીને ૫૬ ભોગ નો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો, રંગોળી પૂરી મંડપને સુશોભિત કરવામાં આવ્યો હતો અને મહા આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બજારના રાજા ગ્રુપ દ્વારા છેલ્લા વર્ષના ગણેશોત્સવના વીડિયો દ્વારા ફિલ્મ બતાવવામાં આવી હતી અને આ ફિલ્મ નિહાળી ફળિયાના રહીશો ખુબ આનંદિત થયા હતા અને ત્યારબાદ અંતમાં આવતા વર્ષના ગણેશજીની પ્રતિમા નું ચિત્ર પણ બતાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મહા પ્રસાદી લઇ બધા છુટા પડ્યા હતા.