મંગલ બકલ ગેંગનો મુખ્ય સૂત્રધાર અને અન્ય એક સાગરીત પોલીસની ઝપટે ચડ્યો.
કપડવંજ ટાઉન પોલીસે બે દિવસ અગાઉ રીક્ષામાં બેસેલા મુસાફરોનું ધ્યાન ભટકાવી રૂપિયાની ચોરી કરનાર ગેંગને ગણતરીના સમયમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
ગત તા.૮-૧૦-૨૦૨૫ના રોજ કરવાદી રમેશભાઈ કોહ્યાભાઈ ઝાળા રહે.સુણદા, જોગણીમાતાના મંદિરની સામે.તા.કપડવંજનાઓ ગ્રામીણ બેંકના લોનના રૂ.૩૫,૦૦૦ અંતિસર બેંક ઓફ બરોડા શાખામાંથી ઉપાડી કપડવંજના નક્ષત્ર જવેલર્સ ખાતે ગીરવે રાખેલ પોતાની સોનાની લગડી છોડાવવા સારૂ જઈ રહ્યા હતા.દરમિયાન કપડવંજના ટાઉનહોલ ખાતેથી એક રીક્ષાના ચાલકે રીક્ષા ઉભી રાખી કાકા તમારે કયાં જવું છે ચાલો અમે પણ સોની બજારમાં જ જઈએ છીએ. તેમ કહી રીક્ષામાં બેસાડી મુસાફરના સ્વાંગમાં પહેલેથી બેસેલા ઈસમે રમેશભાઈને હતપત કરી રીક્ષાના ડ્રાયવરે આડા અવળા ટર્ન મારી પાછળ બેસેલા ઈસમે રમેશભાઈના પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂ.૩૫,૦૦૦ સિફતપૂર્વક ચોરી છુપીથી કાઢી લીધા હતા.જે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.જેના તપાસમાં ટાઉન પી.આઈ.જનકસિંહ દેવડા તથા સર્વેલન્સની ટીમે કપડવંજ નગરમાં ૨૫ જેટલા સીસીટીવી કુટેજ ચકાસ્યા હતા.તથા હ્યુમન ઈન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સથી ચોરીમાં વપરાયેલ રીક્ષાની ઓળખ કરી આરોપીઓ પાસેથી રૂ.૩૫,૦૦ ૦રીકવર કરી સી. એન. જી. રીક્ષા કિ.રૂ. ૨,૦૦,૦૦૦ કબજે કરી હતી. આમ ચોરીની ફરીયાદ મળ્યાના ગણતરીના કલાકોમાં જ કપડવંજ ટાઉન પોલીસની ટીમે આરોપી ઓને ચોરેલા મુદ્દામાલ સાથે ઝડપી પ્રસંશનીય કામગીરી કરી હતી.
પકડાયેલા આરોપીઆના નામ
અરબાઝખાન ઉર્ફે બકલ રસીદખાન પઠાણ રહે. હાલ કતાન નગર ઝુંપડપટ્ટી.તા. બોરસદ,જિ.આણંદ મુળ રહે વિનોલી મસ્જીદ પાસે, તા પેટલાદ તથા સમીરખાન ઉર્ફે મંગલ નાજીમખાન પઠાણ મુળ રહે પઠાણવાડા મજીદ સામે પઠાણવાડા તા પેટલાદ જિ. આણંદ હાલ રહેશ ગુજરાત હાઉસીંગ સીંગ બોર્ડ આવાસ, નગર સેવા સદન પાછળ તા પેટલાદ, જિ.આણંદનો છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ રીક્ષા લઈ આવી આવતા-જતા ઈસમોની રેકી કરી તેમના ખિસ્સા કે પાકીટ ઉપર નજર રાખી તેઓને કોઈને કોઈ બહાને રીક્ષામાં બેસાડી રીક્ષાને આવડા-અવડા ટર્ન મારી બ્રેક મારી નજર ચૂકવી વાતો કરાવી ધ્યાન ભટકાવી ખિરસ્સામાંથી પૈસા કાઢી લઈ અમારે એક ઈમરજન્સી આવી ગઈ છે.તેમ કહી રીક્ષામાંથી ઉતારી ભાગી જઈ ગુન્હો કરવાની ટેવવાળા છે.
આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ
આરોપીઓમાં અરબાઝખાન ઉર્ફે બકલ રસીદખાન પઠાણ સામે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન, છાણી પોલીસ સ્ટેશન (વડોદરા), ખંભાત સીટી પોલીસ સ્ટેશન, સયાજીગંજ,વડોદરા,વાસદ પોલીસ સ્ટેશન તથા બોરસદ સીટી પોલીસ સ્ટેશનનોમાં ગુન્હા નોંધાયા છે.જ્યારે સમીરખાન ઉર્ફે મંગલ નાજીમખાન પઠાણ સામે ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા તારાપુર પોલીસ સ્ટેશન બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન અને પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા નોંધાયા છે.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel