વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિતે ખેડા જિલ્લામાં ૩૫૦ ચશ્માનું બાળકોમાં વિનામૂલ્યે વિતરણ – ખેડા જિલ્લાના ૩૨,૨૬૪ શાળાના બાળકો અને ૧૭,૧૧૦ આંગણવાડીના બાળકોની આંખોની તપાસ કરવામાં આવી હતી.
વિશ્વ દ્રષ્ટ દિવસની યાદગાર ઉજવણી અંતર્ગત આજે નડિયાદ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરની આગેવાની અને માર્ગદર્શન હેઠળ SH-RBSK પ્રોગ્રામ અંતર્ગત બાળકોમાં ૩૫૦ વષ્ટિ સુધારક ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. બાળકોમાં આંખોના આરોગ્ય માટે સથન કામગીરી એ ખેડા જિલ્લાની પ્રશંસનીય પહેલ છે.
મહત્વનું છે કે, ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧ એપ્રિલ ૨૦૨૫ થી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન શાળા અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોમાં દૃષ્ટિ તપાસ અભિયાન સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્ર અને SH-RBSK ટીમોના સંયુક્ત પ્રયાસથી બાળકોમાં આંખોની તકલીફો, દ્રષ્ટિદોષ અને દ્રષ્ટિ ક્ષતિના પ્રારંભિક લક્ષણોની ઓળખ માટે વિશેષ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ દૃષ્ટિ પરીક્ષણ અભિયાન ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, ખેડા, મહેમદાબાદ, મહુધા, માતર, નડિયાદ, ઠાસરા અને વસો સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આ અભિયાન હેઠળ કુલ ૩૨,૨૬૪ શાળાના બાળકોની દ્રષ્ટિ તપાસ કરવામાં આવી જેમાંથી ૨,૫૩૭ બાળકોમાં Refractive Error અને ૨,૧૪૮ બાળકોમાં Vision Impairment તથા Refractive Error ની સંભાવના નજરે પડી હતી. તે જ રીતે કુલ ૧૭,૧૧૦ આંગણવાડીના બાળકોની દ્રષ્ટિ તપાસ દરમિયાન ૪૭ બાળકોમાં Refractive Error અને ૪૧ બાળકોમાં Vision mpairment સાથે Refractive Error ની શક્યતા જણાઈ હતી. સદિશ બાળકોના માતા પિતાને અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને આ બાળકોનું યોગ્ય તબીબી નિદાન અને જરૂરી સારવાર થશે. આજે જિલ્લા સ્તરે પ્રથમ વખત વિશ્વ દ્વષ્ટ દિવસ નિમિતે એક સાથે ૩૫૦ ચશ્માનું વિતરણ કરીને બાળકોમાં આંખોનું આરોગ્ય જાળવવા માટે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો..
આ કાર્યક્રમમાં જિલ્લા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (CDHO), ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (CDMO), RBSK ટીમ, તાલુકા આરોગ્ય અધિકારીની વિશેષ હાજરી રહી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel