આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપને મધ્યપ્રદેશમાં 164 બેઠકો મળતી નજરે પડી રહી છે, જ્યારે પ્રતિસ્પર્ધી કોંગ્રેસને માત્ર 64 બેઠકો જ મળી છે. ભાજપને મળેલી આ જીત પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઘણા ખુશ છે. તેઓ પોતે પાંચમી વખત બુધની વિધાનસભા બેઠકથી સતત ઉમેદવાર છે અને જીતી રહ્યા છે અને આ તેમની પાંચમી જીત હશે. રાજ્યના ચૂંટણી પરિણામોથી ખુશ શિવરાજ સિંહની આંખોમાં આંસૂ આવી ગયા.
#WATCH | Madhya Pradesh | A staffer at CM House, Radha Bai gets emotional as she gives a flower to CM Shivraj Singh Chouhan and congratulates him.
CM Chouhan is leading in his constituency Budhni and the party is leading on 161 seats in the state. pic.twitter.com/NFdSFrMnjG
— ANI (@ANI) December 3, 2023
સવારે જ્યારે ભાજપને શરૂઆતી વલણોમાં બહુમતી મળતી દેખાઈ, ત્યારથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ સાથે સૌ મુલાકાત કરી રહ્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રી આવાસમાં કામ કરનારી એક મહિલા રાધા બાઈએ જ્યારે તેમની જીતની શુભેચ્છા આપતા ફૂલ આપ્યું તો શિવરાજ સિંહ ઈમોશનલ થઈ ગયા અને તેમની આંખોમાં આંસૂ આવી ગયા. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
મુખ્યમંત્રી આવાસના બગીચાની સંભાળ રાખે છે રાધા બાઈ
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ફૂલ આપીને શુભેચ્છા આપનાર મહિલા મુખ્યમંત્રી આવાસમાં કામ કરે છે. તે મુખ્યમંત્રી આવાસના બગીચાની બગીચાની સંભાળ રાખે છે. મધ્યપ્રદેશમાં ભાજપની જીતને લઈને મહિલા મતદારોમાં ઘણી ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘લાડલી બેહના’ યોજના, જે શિવરાજ સરકાર દ્વારા થોડા મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાએ ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. શિવરાજ સિંહ ચૌહાણે આ રકમ વધારીને 3 હજાર રૂપિયા કરવાની જાહેરાત કરી છે.