આજકાલ, AI-જનરેટેડ Ghibli કાર્ટૂન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, જ્યાં લોકો તેમના અંગત ફોટા અપલોડ કરી રહ્યા છે અને તેમને એક અનોખા એનાઇમ લુકમાં રૂપાંતરિત કરી રહ્યા છે. જોકે, ગોવા પોલીસે યુઝર્સોઓને આ ટ્રેન્ડ અંગે સાવધ રહેવાની સલાહ આપી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે બધી AI એપ્સ યુઝર્સની સુરક્ષાનું રક્ષણ કરતી નથી. તેથી, કોઈપણ અજાણી AI એપ પર તમારા અંગત ફોટા અપલોડ કરતા પહેલા સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.
Joining the AI-generated Ghibli trend is fun, but not all AI apps protect your privacy!
Ghibli art is loved for its dreamy charm, but always think before uploading personal photos and use only trusted AI Apps to generate one.
Report cybercrime at 📞1930 or… pic.twitter.com/Z6QLUwUzs1
— Goa Police (@Goa_Police) April 1, 2025
AI એપ્સમાંથી ડેટા ચોરીનું જોખમ
Ghibli કાર્ટૂન ટ્રેન્ડ શું છે?
Ghibli કાર્ટૂન એ એક અનોખી એનિમેશન સ્ટાઇલ છે જેને જાપાની એનાઇમ લીજેન્ડ હાયાઓ મિયાઝાકી દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી હતી. આ સ્ટાઇલમાં બનાવેલા AI-પોટ્રેટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ઓપનએઆઈ દ્વારા તાજેતરમાં ચેટજીપીટીના જિબલી-સ્ટાઇલના એઆઈ ઇમેજ જનરેટર લોન્ચ કર્યા પછી આ ટ્રેન્ડને વેગ મળ્યો છે. લોકો AI નો ઉપયોગ કરીને તેમના સામાન્ય ફોટાને રમુજી કાર્ટૂનમાં રૂપાંતરિત કરીને શેર કરી રહ્યા છે. જોકે, આનાથી ડેટા ચોરી અને સુરક્ષા ભંગનું જોખમ પણ વધે છે.
It's been 24 hours since OpenAI unexpectedly shook the AI image world with 4o image generation.
Here are the 14 most mindblowing examples so far (100% AI-generated):
1. Studio ghibli style memespic.twitter.com/E38mBnPnQh
— Barsee 🐶 (@heyBarsee) March 26, 2025
AI એપનો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે
ફક્ત વિશ્વસનીય અને લોકપ્રિય AI એપ્સનો ઉપયોગ કરો.
એપ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી રહી છે તે જોવા માટે તેની સુરક્ષા વિશે કાળજીપૂર્વક વાંચો.
અજાણી કે નવી AI વેબસાઇટ્સ પર તમારા ફોટા અપલોડ કરશો નહીં.
જો કોઈ એપ તમારા ફોટાની બિનજરૂરી ઍક્સેસ માંગે છે, તો તેનો ઉપયોગ કરશો નહીં.
કોઈપણ સાયબર છેતરપિંડી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક સાયબર સેલને જાણ કરો.
સાયબર સુરક્ષા અંગે જાગૃતિ મહત્વપૂર્ણ છે
AI ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે, લોકોએ તેમની સુરક્ષા અને ડિજિટલ સુરક્ષા પ્રત્યે વધુ સાવધ રહેવાની જરૂર છે. AI આધારિત એપ્સનો ઉપયોગ કરતી વખતે, ખાતરી કરો કે તમારો ડેટા સુરક્ષિત રહે અને તમે કોઈપણ નકલી અથવા શંકાસ્પદ પ્લેટફોર્મનો શિકાર ન બનો.