દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (PM E-DRIVE) યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશમાં ઇલેક્ટ્રિક મોબિલીટીને પ્રોત્સાહન આપવા માટે 10,900 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ ઈ ટુવ્હીલર્સ, ઈ થ્રી વ્હીલર્સ, ઈ એમ્બ્યુલન્સ, ઈ ટ્રક અને અન્ય ઉભરતા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 3679 કરોડની સબસિડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ યોજના હેઠળ 24.79 લાખ ઈ-ટુવ્હીલર, 3.16 ઈ થ્રી વ્હીલર્સ અને 14,028 ઈ-બસને સપોર્ટ મળશે.
Union Cabinet, chaired by Prime Minister Shri @narendramodi Ji, has approved the 'PM E-DRIVE Scheme' with a budget of Rs 10,900 over 2 years to advance electric mobility in India.
The scheme provides Rs 3,679 crore in subsidies and incentives for electric two-wheelers,… pic.twitter.com/3WG8tS3Sr7
— Nitin Gadkari (@nitin_gadkari) September 11, 2024
સબસિડી કેવી રીતે મળશે?
મોદી કેબિનેટે ભારે ઉદ્યોગ મંત્રાલયના પીએમ ઇ-ડ્રાઇવ (PM Electric Drive Revolution in Innovative Vehicle Enhancement) પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને આગામી 2 વર્ષમાં આ યોજના પાછળ રૂપિયા 10,900 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ભારે ઉદ્યોગ મંત્રાલય ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો માટે ઈ-વાઉચર્સ લઈને આવી રહ્યું છે જેથી તેઓ યોજના હેઠળ આપવામાં આવતા ઈન્સેટિવનો ફાયદો મેળવી શકે. ઇલેક્ટ્રિક વાહન ખરીદતી વખતે આ યોજના સાથે જોડાયેલ પોર્ટલ ખરીદનાર માટે આધાર પ્રમાણિત ઈ-વાઉચર જનરેટ કરશે. ઈ-વાઉચર ડાઉનલોડ કરવા માટેની લિંક ઈવી ખરીદનાર ખરીદનારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
ઈ-વાઉચર પર વાહન ખરીદનાર સહી કરે તે પછી, યોજના હેઠળના ઈન્સેટિંવનો લાભ લેવા માટે તેને ડીલરો પાસે જમા કરાવવાનું રહેશે. ત્યાર બાદ ડીલરોના હસ્તાક્ષર બાદ તેને પીએમ ઈ-ડ્રાઈવ પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. હસ્તાક્ષર કરવામાં આવેલ વાઉચર ખરીદનાર અને ડીલરને SMS દ્વારા મોકલવામાં આવશે. આ યોજના હેઠળ વળતરનો દાવો(Reimbursement Claim) કરવા માટે OEM માટે સહી કરેલ ઇ-વાઉચર આવશ્યક છે.