Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ નીદિવ્ય અખંડ જ્યોતિ ને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞા થી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ગણપતિ ઉત્સવનીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના નર્સ૨ી થી ધોરણ ચાર ના બાળકોમાં સમજણ સાથે ઉત્સવ ની ઉજવણી ના હેતુસહ ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.

તેમાં ગણપતિ ઉત્સવનું મહત્વ અને જીવનોપયોગી મૂલ્યો ની સમજણનું સિંચન કરવામાં આવ્યું. બાળકો પણ અવનવી વેશભૂષામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો, શિક્ષકો અને તેમજ બાળકોએ ઉત્સાહભેર ઉજવણી માં ભાગ લીધો હતો.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.