આ સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર પુણ્યશ્લોક લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા ગરુડેશ્વરના આદર્શ કોલોની હોલ, ગોરા ગામ ખાતે “પ્રબુદ્ધજન ગોષ્ઠી”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ નારી શક્તિના અદ્વિતીય પ્રેરણાસ્ત્રોત અને દેશસેવા તથા સુશાસનના પ્રતીક એવા મહારાણી અહિલ્યાબાઈ હોલકરને સમર્પિત હતો.
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત (પશ્ચિમ)ના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી, લોકમાતા અહિલ્યાબાઈના જીવનચરિત્ર પર વિસ્તૃત અને પ્રેરક માર્ગદર્શન આપ્યું. તેમણે અહિલ્યાબાઈના દેશસેવા, સંસ્કૃતિ રક્ષણ અને ન્યાયપૂર્ણ શાસનના અદ્વિતીય યોગદાનને યાદ કરી, તેમના જીવનને આધુનિક પેઢી, ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે પ્રેરણાદાયી ગણાવ્યું.
કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલભાઈ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંગ તડવી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તથા ધારીખેડા સુગર અને દૂધધારા ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી શબ્દશરણ તડવી, ભાજપ નર્મદાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ તડવી, મહિલા અગ્રણી અને કાર્યક્રમના સહ-સંયોજક શ્રીમતી ભારતીબેન તડવી, સરપંચ, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં દેવતુલ્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિએ આ ગોષ્ઠીને યાદગાર અને ઊંડાણભરી બનાવી.
લોકમાતા અહિલ્યાબાઈ હોલકરનું જીવન નારી શક્તિ, ધર્મ, ન્યાય અને સંસ્કૃતિના મૂલ્યોનું પ્રતીક છે. તેમના જીવનથી પ્રેરિત આ કાર્યક્રમે આવનારી પેઢી માટે એક આદર્શ પથ દર્શાવ્યો, જે સમાજને સમૃદ્ધિ, સંસ્કાર અને સેવાની ભાવના તરફ દોરી જશે.