શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. લાખો યાત્રાળુઓ માટે આજનો દિવસ વધુ ખુશીનો રહેશે. ૨૦૫ ઓરડાના વિશાળ વિસ્તરણમાં આધુનિક સુવિધાઓ ઉમેરાશે. મંદિર પરિસરમાં આવતો દરેક યાત્રી અમારા માટે વંદનીય છે, એમ ચેરમેન ડો સંત સ્વામીએ જણાવ્યું હતું.
વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય રાકેપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વેદ મંત્ર ગાન સાથે પુજ્ય લાલજીશ્રી સૌરભપ્રસાદજી મહારાજના હસ્તે સંતો મહંતો સત્સંગીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ અને ભગવદ અર્ચવતારની પૂજા સાથે, લાલજી મહારાજ સૌરભ પ્રસાદજી મહારાજ, ચેરમેન ડો સંત સ્વામી, મુખ્ય કોઠારી શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી, ટ્રસ્ટી બોર્ડના સભ્યો તેજસભાઈ પટેલ, અલ્પિતભાઈ પટેલ , હરિકૃષ્ણાનંદજી વગેરે અને સત્સંગના અગ્રણી ભક્તોના ભુપેન્દ્રભાઈ ભરૂચ – અશ્વિનભાઈ વિરસદ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ યાત્રી ભુવન વિસ્તરણનું કાર્ય આજથી એક વર્ષમાં પૂર્ણ થશે.